ટોપ ન્યૂઝનેશનલ

વિપક્ષને ઝટકો, ધનખડને રાહતઃ મહાભિયોગની નોટિસ કોણે ફગાવી?

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં સતત હંગામો થઈ રહ્યો છે. આ દરમિયાન વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે. જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવી દેવામાં આવી છે.

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે કલમ 67બી અંતર્ગત નોટિસ આપી હતી.આ નોટિસ રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને સોંપવામાં આવી હતી.

ધનખડ પર વિપક્ષે શું લગાવ્યો હતો આરોપ

દેશમાં 72 વર્ષના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં રાજ્યસભા સભાપતિ સામે ક્યારેય મહાભિયોગ આવ્યો નથી. રાજ્યસભાના સભાપતિને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછી 14 દિવસની નોટિસ મોકલવી જરૂરી હોય છે. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે.

આપણ વાંચો: Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી

ધનખડ પર ગૃહમાં પક્ષપાતપૂર્ણ વર્તન કરવાનો આરોપ લગાવાયો હતો. ઉપરાંત નોટિસ પર પણ વિપક્ષ તરફથી 60 સાંસદે સહી કરી હતી. જોકે હવે વિપક્ષના ઇરાદા પર પાણી ફરી વળ્યું હતું.

ઉપસભાપતિએ શું કહ્યું?

સૂત્રો મુજબ, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે સભાપતિને હટાવવાના વિપક્ષે મહાભિયોગ નોટિસ ફગાવી દીધી હતી. ઉપસભાપતિના કહેવું છે કે વિપક્ષનો મહાભિયોગ નોટિસ તથ્યો વિહોણું છે, જેનો ઉદ્દેશ પ્રચારનો છે. સભાપતિ સામે વિપક્ષની નોટિસ જાણી જોઈને આમ કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિના ઉચ્ચ બંધારણીય પદનું અપમાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button