નેશનલ

પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયુંઃ સાત જણને દબોચ્યાં

Patan News: પાટણમાંથી પોલીસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પાટણ શહેરના દેવ દર્શન કોમ્પ્લેક્ષમાં ગેસ્ટહાઉસમા લાંબા સમયથી દેહ વ્યાપારનો કારોબાર ચાલતો હતો. રંગોલી ગેસ્ટહાઉસમાં પરપ્રાંતિય મહિલાઓ દ્વારા દેહ વ્યાપારનો કાળો કારોબાર ચાલતો હોવાની મળેલી માહિતી બાદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપ્યા હતા અને ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પાટણ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના દેવ દર્શન કોમ્પલેક્સમાં આવેલા રંગીલા ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપારનો અનૈતિક ધંધો ચાલે છે. જેથી પાટણ એસઓજી પોલીસે રેડ કરતા 7 મહિલા અને ત્રણ પુરુષો અનૈતિક ધંધો સામેલ લોકોને ઝડપી પાડ્યા હતા. સમગ્ર રેકેટ મુસ્તાક મુલ્લા અને વનિતા ચલાવતા હતા. મુખ્ય આરોપો રફીક નામનો ઈસમ પણ સામેલ છે. જેમાં મુસ્તાક મુલ્લા અને વનિતાની ધરપકડ કરવામાં આવી હતી. રફીક ફરાર હોવાના કારણે તેને પકડવા પોલીસે તાપસ હાથ ધરી હતી.

પાટણના રંગીલા ગેસ્ટ હાઉસમાંથી કોન્ડમ, મોબાઇલ, કોઈન સહિત મુદ્દામાલ માલી આવ્યો હતો. ગેસ્ટ હાઉસ દ્વારા પથિક સોફ્ટવેરમાં નોંધણી ના કરતા જાહેરનામાનો પણ ભંગ કર્યાની કલમો લગાવામાં આવી હતી. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ 500 થી 1500 રૂપિયા લેતા હોવાનું સામે આવ્યુ હતું.

Also read: મહાદેવ બેટિંગ એપ્પના આરોપીને કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપ્યો

સિદ્ધપુર ડી વાય એસ પી કે. કે પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમણે બાતમી મળી હતી કે રંગીલા ગેસ્ટહાઉસમાં દેહવેપારનો ધંધો ચાલે છે તેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો મળી આવ્યા હતા. ગેસ્ટહાઉસમાંથી કોન્ડોમ, કોઈન, મોબાઈલ ફોન વિગેરે ચીજ વસ્તુઓ મળી આવી હતી. પથિકા સોફ્ટવેર કે જેનો ઉપયોગ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેર નામાનો ભંગ પણ કલમો લગાડવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button