નેશનલ

EVM વેરિફિકેશનની અરજી એપ્રિલમાં ચુકાદો આપનારી બેંચ સમક્ષ જવી જોઇએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો(ઇવીએમ)ની ચકાસણી માટે નીતિ રચવાની માંગ કરતી અરજી એ જ બેંચ સમક્ષ જવી જોઇએ જેણે એપ્રિલમાં જૂના પેપર બેલેટને પાછા લાવવાની માંગને ફગાવીને નિર્ણય સંભળાવ્યો હતો. આ વાત સુપ્રીમ કોર્ટે આજે જણાવી હતી.

જ્યારે ઇવીએમ અંગેની અરજી સુનાવણી માટે આવી ત્યારે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ પી. બી. વરાલેની ખંડપીઠે અરજદારના વકીલ વરિષ્ઠ સલાહકાર શંકરનારાયણનને કહ્યું હતું કે આ મામલો આ બેંચ સમક્ષ કેમ નથી આવતો? શંકરનારાયણને ઇવીએમ સંબંધિત અરજીઓ પર એપ્રિલમાં આપવામાં આવેલા ચુકાદા અંગે કોર્ટને માહિતી આપી હતી. ન્યાયમૂર્તિ નાથે પુનરોચ્ચાર કર્યો કે હું એ જ કહું છું. આ (અરજી) એ જ બેંચ સમક્ષ જવી જોઇએ.

ખંડપીઠે વધુમાં જણાવ્યું કે અમારી સમજ મુજબ ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ આ અરજીના માધ્યમથી દાવો કરવામાં આવેલી રાહત માટે આ કોર્ટ દ્વારા ૨૬ એપ્રિલ, ૨૦૨૪ના નિર્ણય અંતર્ગત જારી કરાયેલા નિર્દેશોની વ્યાખ્યા/સંશોધન/અમલીકરણની જરૂર રહેશે.

આ પણ વાંચો : ઇવીએમ પર શંકા હોય તો ચૂંટણી પંચનો સંપર્ક કરો: અજિત પવાર…

વડી અદાલતે ૨૬ એપ્રિલના રોજ તેના ચુકાદામાં ઇવીએમમાં છેડછાડની શંકાને પાયાવિહોણી ગણાવી હતી તેમ જ કહ્યું હતું કે મતદાન ઉપકરણ સુરક્ષિત છે અને બૂથ કેપ્ચરિંગ અને નકલી મતદાનને સમાપ્ત કરી દીધું છે.

જો કે વડી અદાલતે ચૂંટણી પરિણામોમાં બીજા અને ત્રીજા સ્થાને આવતા નારાજ અસફળ ઉમેદવારો માટે એક બારી ખોલી હતી. ચૂંટણી પેનલને ફીની ચૂકવણી કરવા પર લેખિત વિનંતી પર પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ ટકા ઇવીએમમાં ફીટ કરેલા માઇક્રોકંટ્રોલર ચિપ્સની ચકાસણીની માંગ કરવાની મંજૂરી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button