શુક્ર અને મંગળે બનાવ્યો સમસપ્તક યોગ, આ ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શુક્રનો સંબંધ ધન, સુખ-સમૃદ્ધિ સાથે છે. જ્યારે લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવે છે જે જાતકોને ઊર્જા અને સાહસ આપે છે. આ બંને ગ્રહ શુભ માનવામાં આવે છે અને આ બંને શુભ ગ્રહોએ સાથે મળીને 12મી ડિસેમ્બરના સમસપ્તક યોગનું નિર્માણ કર્યું છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (13-12-24): મિથુન અને કન્યા રાશિના જાતકોને કરવી પડશે ભાગદોડ તો આ બે રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શુક્ર અને મંગળે સાથે મળીને સમસપ્તક યોગનું નિર્માણ કર્યું છે. આ યોગ જ્યારે બે ગ્રહ એકબીજાથી 120 ડિગ્રી પર હોય છે ત્યારે આ યોગ બને છે. આ યોગને કારણે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. દરેક કામમાં સફળતા મળશે અને ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે શુક્ર અને મંગળના સમસપ્તક યોહગને કારણે ધનલાભની નવી નવી તક સામે આવશે. નવી યોજનાઓ પર કામ કરવાની પ્રેરણા મળશે. નોકરીમાં નવા પ્રોજેક્ટ મળશે. કામના સ્થળે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પ્રવાસ પર જવાની યોજના સફળ થશે. વેપારમાં આજે પ્રતિસ્પર્ધી સામે જિત મળશે. પ્રેમજીવનમાં મધુરતા વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.
આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ કરશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નવી પ્રોપર્ટી વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. નોકરીમાં સ્થિરતા આવશે અને નવા અવસર પ્રાપ્ત થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે કલા અને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે. વેપારમાં પાર્ટનરશીપમાં લાભ થશે. ધનનો પ્રવાહ વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. દાંપત્યજીવન સુખદ રહેશે.
ધન રાશિના જાતકો માટે આ યોગ પૈસા કમાવવાના નવા નવા અવસર લઈને આવશે. રોકાણથી સારો એવો લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારો પણ મળશે. કામના સ્થળે માન-સન્માન વધશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરશો તો એનાથી લાભ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે.