સંભલ: ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદમાં સર્વે કરવા પહોંચેલી ટીમથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો (Sambhal Jama Masjid) કર્યો હતો. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. કોર્ટના આદેશ બાદ આજે જ્યારે ટીમ બીજી વખત સર્વે કરવા માટે પહોંચી ત્યારે ટોળા એકઠા થઇ ગયા હતાં, ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો.
Also read: 60 ટકા મુસ્લિમ મતદારોની બેઠક પર પોણા બે લાખ મતોથી જીત્યા એકમાત્ર હિંદુ ઉમેદવાર!Also read:
આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હાલ સંભલમાં સ્થિતિ તંગ છે.
અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો:
અહેવાલ મુજબ સર્વે ટીમ સવારે 7.30 વાગ્યે જામા મસ્જિદમાં પ્રવેશી હતી. લગભગ એક કલાક સુધી પરિસ્થિતિ સામાન્ય હતી જ્યારે અચાનક ટોળું આવી પહોંચ્યું અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો હતો અને ગુસ્સે થયેલા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા.
પોલીસ અધિકારીઓએ ગુસ્સે ભરાયેલી ભીડને શાંત કરવા પહોંચ્યા, ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જામા મસ્જિદની આસપાસના વિસ્તારમાં એકઠા થયેલી ભીડને વિખેરવા માટે જામા મસ્જિદના સદરે મસ્જિદની અંદરથી જાહેરાત કરી હતી પરંતુ ભીડ વિખેરાઈ ન હતી અને થોડીવાર પછી પથ્થરમારો શરૂ થયો હતો.
Also read: દિલ્હીમાં પ્રદૂષણને નાથવા ડ્રોનની મદદ; ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બોલશે તવાઈ
કોર્ટેના આદેશ બાદ સર્વે:
કોર્ટના આદેશ બાદ મંગળવારે ટીમ પ્રથમ વખત સર્વે કરવા માટે પહોંચી હતી. પિટિશનર એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર્ટે જામા મસ્જિદના સર્વે માટે ‘એડવોકેટ કમિશન’ની રચના કરવાની સૂચના આપી છે. કોર્ટે કહ્યું હતું કે કમિશન દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સર્વે કરાવવામાં આવે અને કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવે.
એડવોકેટ વિષ્ણુ જૈને જણાવ્યું કે, “સંભાલનું હરિહર મંદિર અમારી આસ્થાનું કેન્દ્ર છે. આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં કલ્કી અવતાર થવાનો છે. વર્ષ 1529માં બાબરે મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી. આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત વિસ્તાર છે. તેમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ થઈ શકે નહીં. હિંદુ મંદિરના ઘણા ચિહ્નો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ આદેશ જારી કર્યો છે.”