નેશનલ

વિવાદ વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

દિલ્હીની આપ આદમી પાર્ટી(AAP)ની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ મુદ્દે તણાવ થયા કરે છે. એવામાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાન આતિશી માર્લેના(Atishi Marlena)એ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની આ મુલાકાતની માહિતી વડા પ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય વતી તસવીર શેર કરીને બંને નેતાઓની મુલાકાતની માહિતી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન નિવાસની ફાળવણીને અંગે આમ આદમી પાર્ટીનો ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે થયેલી મુલાકાત મહત્વની છે.

અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ આતિશીએ 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે તેઓ ભાજપ સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિત બાદ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન બન્યા છે. તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન બનનાર સૌથી યુવા મહિલા છે. આતિશીને એલજી વિનય કુમાર સક્સેના દ્વારા આઠમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ, આતિશી પાર્ટીના વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેમણે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. જ્યારે તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે દિલ્હી સચિવાલયમાં બે ખુરશીઓ લગાવી હતી. એક પર આતિશી પોતે બેસે છે અને બીજી ખુરશી કેજરીવાલના માનમાં ખાલી રાખી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button