નેશનલ

Anantnagના જંગલમાં ગુમ થયેલ સૈનિકનો મળ્યો મૃતદેહ; મોતનું કારણ અકબંધ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આવેલા જંગલમાંથી ટેરિટોરિયલ આર્મી (TA)ના સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. મુકેધમપોરા નોગામનો રહેવાસી જવાન હિલાલ અહેમદ ભટ મંગળવાર સાંજથી ગુમ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જવાન ગુમ થયાની માહિતી મળ્યા બાદ બુધવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સામેલ હતી.

આ પહેલા ચિનાર કોર્પ્સે (XV Corps) એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ખાનગી બાતમીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે 8 ઓક્ટોબરે કાજવાન જંગલ વિસ્તારમાં સંયુક્ત આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. આખી રાત ઓપરેશન ચાલુ રહ્યું, કારણ કે એક ટેરિટોરિયલ આર્મીનો સૈનિક ગુમ થયો હતો. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ જંગલમાં ગુમ થયેલા સૈનિકની શોધખોળ ચાલુ રાખી હતી. તેમની સઘન તપાસ દરમિયાન સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

જો કે હાલ જવાનના મોતના કારણની તપાસ ચાલુ છે. જવાન કેવી રીતે ગુમ થયો અને તેના મૃત્યુ પાછળ કયા સંજોગો હતા તે જાણવા માટે પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સૈનિકના મોતના સમાચારથી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર બંને સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

સુરક્ષા દળના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ દુ:ખદ ઘટનામાં અમે જવાનના પરિવાર સાથે ઉભા છીએ. અમારી પ્રાથમિકતા આ બાબતની સંપૂર્ણ તપાસ કરવાની છે જેથી આ ઘટના વિશે સાચી માહિતી મળી શકે. હિલાલ અહેમદ ભટના યોગદાન અને બલિદાનને યાદ કરીને સ્થાનિક સમુદાયે તેમની બહાદુરીને સલામ કરી છે. સૈનિકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.

Also Read –

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker