નેશનલ

50 કરોડ જીતવાની શાનદાર તક! અમીર બનવાનો મોકો રખે ચૂકતા….

મણિપુરઃ દરેક વ્યક્તિને ટૂંક સમયમાં અમીર બનવાની લાલચ હોય છે. લોકો ઓનલાઇન સટ્ટાબાજીએપ વગેરેથી મોટી કમાણી પણ કરતા હોય છે. એમાં જો તમને ઘેર બેઠા કરોડપતિ બનવાનો મોકો મળે તો તો શું વાત છે! આવી જ કંઇક યોજના લઇને મેઘાલય સરકાર આવી છે. આપણે આ વિશે વિગતે જાણીએ.

મેઘાલય સરકારે ઓનલાઈન લોટરીની શરૂઆત કરી છે. મંગળવારે રાજ્ય સરકારે ઓનલાઇન લોટરી અંગે જાહેરાત કરી છે. આ ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ લોટરી હશે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આમાં તમે 50 કરોડ રૂપિયા સુધીનું ઇનામ જીતી શકો છો.

આ પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે આજે ઘણા ભારતીયો ઓનલાઈન ગેમ્સ અને ગેરકાયદે સટ્ટાબાજી જેવી એપ્સમાં પોતાનો સમય બગાડે છે.’ જોકે, લોટરી એ સંપૂર્ણપણે નસીબનો ખેલ છે. EasyLottery.in ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ લોટરી પ્લેટફોર્મ લોન્ચ કરવાનો મને આનંદ છે. સમાજના લાભાર્થે આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. અમે લોટરી ક્ષેત્રને એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ટચ આપીને વધુ પારદર્શિતા અને વ્યવસાયિકતા લાવવા માટેનો પ્રયાસ કર્યો છે.

સામાન્ય રીતે કોઈપણ દુકાન, બજાર, બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, સર્વિસ સેન્ટરમાં લોટરી ખરીદી શકાય છે. જેની કિંમત 100 રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે. પરંતુ મેઘાલય સરકારે તેને ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આમાં તમે ડિજિટલ લોટરી પ્લેટફોર્મ EasyLottery.in પર જઈને અરજી કરી શકો છો અને લોટરી ખરીદી શકો છો.

ભારતમાં સરકાર દ્વારા કેટલીક જગ્યાએ લોટરી ચલાવવામાં આવે છે. આમાં તમે 5-10-100 રૂપિયાના ભાવની લોટરીની ટિકિટ ખરીદી શકો છો. તેના પર એક ખાસ નંબર લખેલો હોય છે. લોટરીના ડ્રોના દિવસે જો તમારો નંબર જાહેર કરવામાં આવેલા નંબરોની સૂચિમાં આવ્યો હોય તો તમને એ મુજબ ઇનામ મળે છે. ભારતમાં સત્તાવાર રીતે લોટરી શરૂ કરનાર કેરળ પ્રથમ રાજ્ય હતું. કેરળ રાજ્ય સરકારે 1967થી લોટરી શરૂ કરી છે.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે