બોલો, હજુ તો રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં આ સિરિઝ લીક પણ થઈ ગઈ…
અભિનેત્રી અનન્યા પાંડે અને તેની સિરિઝ કૉલ મી બેની ટીમ માટે નરસા સમાચાર છે. હજુ તો તેમની ઓટીટી સિરિઝ રિલીઝ થયે કલાકો પણ નથી થયા ત્યાં ફિલ્મ લીક થઈ ગઈ અને લોકો ફ્રીમાં જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Ananya Pandeyના જીવનમાં થઈ someone specialની એન્ટ્રી…
આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સિરિઝ ગઈકાલે રિલીઝ થઈ. આ પ્લેટફોર્મ માટે તમારી પાસે સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે, પરંતુ ફિલ્મ લીક થઈ જતા સૌ કોઈ જોઈ શકતા હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘Call Me Bay’ સીઝન 1 રિલીઝ થઈ ગઈ છે. અનન્યાની પહેલી ઓટીટી સિરિઝ છે. જોકે તેના બધા એપિસૉડ લીક થયાની ખબરે સૌને દુઃખી કરી દીધા છે.
આ પણ વાંચો : Hardik Pandyaને નહીં પણ આ ફોરેનરને ડેટ કરી રહી છે Ananya Panday, Ambani Family સાથે છે ખાસ કનેક્શન…
વેબ સિરીઝ કૉલ મી બે 6 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી છેઆ સીરીઝ સાથે અનન્યા પાંડેએ OTT પર વેબ સીરીઝની દુનિયામાં પ્રવેશ કર્યો છે. સિરિઝનું નિર્દેશન કોલિન ડી.કુન્હા દ્વારા કરવામાં આવ્યું છે. અનન્યા પાંડેએ સિરીઝમાં બે એટલે કે બેલા ચૌધરીની ભૂમિકા ભજવી છે. તેમના સિવાય વિહાન સામત, વીર દાસ, વરુણ સૂદ, લીસા મિશ્રા, નિહારિકા લિરા જેવા કલાકારો પણ જોવા મળ્યા છે.
અગાઉ અનન્યાની ઓટીટી ફિલ્મ ખો ગયે હમ કહાં યુવાનોની વાત કહેતી ફિલ્મ હતી. ફિલ્મ લોકોએ વખાણી હતી. જોકે અનન્યા હજુ સુધી સુપરહીટ પર્ફોમન્સ આપી શકી નથી.