મનોરંજન

Hardik Pandyaને નહીં પણ આ ફોરેનરને ડેટ કરી રહી છે Ananya Panday, Ambani Family સાથે છે ખાસ કનેક્શન…

અનન્યા પાંડે (Ananya Panday) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં પણ એનું કારણ તેની પ્રોફેશનલ નહીં પણ પર્સનલ લાઈફ છે. હાલમાં જ આદિત્ય રોય કપૂર (Aaditya Roy Kapoor) સાથેના બ્રેક-અપ બાદ અનન્યા પાંડેનું નામ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે જોડાયું હતું, પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યાને નહીં પણ કોઈ ફોરેનરને ડેટ કરી રહી છે અને અંબાણી પરિવાર (Ambani Family) સાથે તેનું ખાસ કનેક્શન પણ છે.

ચાલો તમને જણાવીએ કે આખરે કોને ડેટ કરી રહી છે અનન્યા બેબી-

મળી રહેલાં રિપોર્ટ્સ પ્રમાણે અનન્યા પાંડે ભૂતપૂર્વ મોડલ વોકર બ્લાન્કો (Walker Blanco)ને ડેટ કરી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જ તેણે વોકરને સાથે મળાવ્યો હતો. બંને વચ્ચેની ક્લોઝનેસ કોઈથી છુપી નહોતી. ઘણા લોકોએ અનન્યા અને વોકરને સાથે જોયા હતા અને તેમની કેમેસ્ટ્રી પણ લોકોને ઉડીને આંખે વળગી હતી.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….

કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અનન્યા અને વોકર અંબાણી પરિવારના જ એક પ્રિ-વેડિંગ ફંક્શનમાં મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વોકર અને અનન્યાના કેટલાક ફોટો પણ વાઈરલ થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર અનન્યાનો એક સ્પેશિયલ પેન્ડન્ટ પહેરેલો ફોટો પણ વાઈરલ થયો હતો. મુંબઈમાં અનન્યા જ્યારે સ્પોટ થઈ ત્યારે તેણે ચેનમાં એ અને ડબ્લ્યુ એમ બે ઈનિશિયલ્સ લખેલા જોવા મળ્યા હતા. આ પેન્ડન્ટ જોઈને લોકોએ આ ડબ્લ્યુ કોણ છે એ અંગે જાત-જાતની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. હવે લોકો આ ડબ્લ્યુને અનન્યાના આ નવા બોયફ્રેન્ડ વોકર સાથે જોડીને જોઈ રહ્યા છે.

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો અનન્યા ટૂંક સમયમાં જ ફિલ્મ સીટીઆરએલમાં જોવા મળવાની છે અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી