50 કિલોની અનન્યા પાંડેએ કર્યું હવે આ કારસ્તાન કે…
મુંબઈ: ફિટનેસ એ આજકાલના સ્ટાર્સ માટે તો ટુ ડુ મસ્ટ છે જ, પરંતુ સામાન્ય રીતે યુવાનો પણ જીમમાં જઇને કસરત કરીને સુડોળ શરીર રાખવું એ જીવનનો જરૂરી ભાગ માનવા લાગ્યા છે અને મોટાભાગના યુવાનો જીમમાં જતા થઇ ગયા છે. જોકે, યુવાનોને જીમમાં જઇ બાવડે બાજી શરીર બનાવી સિક્સ પેક એબ્સ બનાવવાની પ્રેરણા બોલીવુડના સ્ટાર્સ કે ક્રિકેટર્સ કે અન્ય કોઇ સ્પોટર્સ સ્ટાર પાસેથી જ મળતી હોય છે એવું મનાય છે.
સ્ટાર્સ પણ પોતાની ફેન ફોલોઇંગને ધ્યાનમાં રાખી પોતાની ડાયેટ અને વર્ક આઉટ પર સૌથી વધુ ફોકસ કરતા હોય છે અને અનન્યા પાંડે પણ તેમાં પાછળ નથી. પોતાને સ્વસ્થ અને શરીરને સુડોળ રાખવા માટે અનન્યા પાંડે નિયમિત રીતે જીમમાં જઇને વર્ક આઉટ કરે છે. જોકે પાતળી કાયા ધરાવતી અનન્યા પાંડેએ જીમમાં કરેલા પરિશ્રમને જઇને ભલભલા અચંબો પામી રહ્યા છે.
અનન્યા પાંડે પોતે સુડોળ અને પાતળું શરીર ધરાવે છે. અનન્યા પાંડેનું પોતાનું વજન પચાસ કિલોનું છે. જોકે, અનન્યાએ પોતાના વર્ક આઉટનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે પોતાના કરતાં બમણાં કરતાં પણ વધુ વજન ઊંચકતી દેખાય છે.
આ પણ વાંચો : ટીવીની ‘સંસ્કારી વહૂ’એ સ્વિમસૂટ પહેરીને પાણીમાં લગાવી આગ…
અનન્યાએ પોસ્ટ કરેલા વીડિયોમાં બેન્ચ પ્રેસ કરતી દેખાય છે. જોકે, બેન્ચ પ્રેસ માટે તેણે 120 કિલોના ડમ્બેલ્સ ઉપયોગમાં લીધા હતા અને તે આટલું વજન ઊંચકતી પણ દેખાય છે. લોકોએ અનન્યા પાંડેનું કસરત પ્રત્યેનું આ સમર્પણ જોઇને લોકો આશ્ચર્યમાં તો મૂકાયા જ હતા, પરંતુ સાથે સાથે લોકોએ અનન્યાના ભરપેટ વખાણ પણ કર્યા હતા.
કારણ કે 120 કિલોનું વજન લઇ બેન્ચ પ્રેસ કરવી તે સહુ કોઇ કરી શકે નહીં અને તેમાં પણ ફક્ત પચાસ કિલોનું વજન ધરાવતી એક મહિલા આટલું વજન ઊંચકે એ વાત તો અસામાન્ય જ કહેવાય. બોલીવુડના જાણીતા કલાકાર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ બોલીવુડમાં પદાર્પણ કર્યું ત્યારે તેણે સ્ટાર-કીડ અને નેપોટીઝમનું પ્રોડક્ટ હોવા જેવી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
જોકે પછી ઘણી ફિલ્મોમાં અનન્યાએ પોતાની અભિનય ક્ષમતા દર્શાવી હતી અને બોલીવુડમાં પોતાનું સ્થાન કાયમ કર્યું હતું. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’ ફિલ્મથી પોતાના કરિઅરની શરૂઆત કરનારી અનન્યા પાંડે હવે વિક્રમાદિત્ય મોટવાની અને અવિનાશ સંપત લેખિત-દિગ્દર્શિત ‘સીટીઆરએલ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનન્યા અને વિહાન સમત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.