ટીવીની ‘સંસ્કારી વહૂ’એ સ્વિમસૂટ પહેરીને પાણીમાં લગાવી આગ…
ટેલિવિઝનની જાણીતી સિરિયલની અભિનેત્રી ટીના દત્તા કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ટીવીની જાણીતી સિરિયલમાં સંસ્કારી વહૂનો અભિનય ભજવીને ઘરે ઘરે જાણીતી બનનારી ટીના દત્તાએ તાજેતરમાં સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને ચર્ચામાં આવી છે.
અભિનેત્રી તરીકે શાનદાર અભિનય કરી જાણે છે, પરંતુ વ્યક્તિગત લાઈફમાં પણ ટીના દત્તા હોટ એન્ડ બ્યુટીફુલ છે. તાજેતરમાં બોલ્ડ ફોટો શૂટ કરીને આ સંસ્કારી વહૂ લાઈમલાઈટમાં આવી છે. ઉત્તરન ફેમ ટીના દત્તાએ બિગ બોસ 16 સિઝનમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : Deepika Padukone-Ranveer Singhના ઘરે આવશે નાનકડો રાજકુમાર? જાણો કોણે કર્યો આવો દાવો…
આમ છતાં ઉત્તરન સિરિયલથી ઘરે ઘરે જાણતી બની હતી. આ જ સંસ્કારી વહૂ સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહે છે. ટીના તેની હોટ એન્ડ બોલ્ડ તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેનો લેટેસ્ટ વીડિયો ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં ટીના દત્તા વેકેશનના મોડમાં હોય એમ લાગે છે.
માલદીવ પહોંચેલી ટીના દત્તાએ અનેક તસવીરો શેર કરવાની સાથે વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં બ્લેક કલરનો સ્વિમસૂટ પહેર્યો છે, ત્યારબાદ ફોટોશૂટ કરાવતા પાણીમાં ઉતરે છે. પાણીમાં બ્રેકફાસ્ટ કરતા પણ જોવા મળે છે. આ વીડિયો પણ ટીનાનો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે.
વાઈરલ થયેલા વીડિયો તસવીર-વીડિયો અંગે યૂઝરે પણ આકરી પ્રતિક્રિયાઓ આપી છે. અમુક યૂઝરે તેની ટીકા કરી છે. એક યૂઝરે તો જીવ બાળીને લખ્યું છે કે મેડમ તમારો આવો અવતાર જોઈને ખરાબ લાગે છે. બીજાએ લખ્યું હતું કે પ્રકારના કપડા પહેરવાનું તમને શોભતું નથી. તો અન્ય યૂઝરે લખ્યું છે હોટ એન્ડ બ્યુટીફુલ.