નેશનલસ્પોર્ટસ

રાહુલ દ્રવિડ ફરી હેડ-કોચના હોદ્દા પર…હવે આ ટીમ સાથે જોડાયો…

નવી દિલ્હી: રાહુલ દ્રવિડ હેડ-કોચના હોદ્દા પરથી ભારતીય ટીમને ટી-20નો વર્લ્ડ કપ અપાવ્યા બાદ હવે લાંબા બ્રેક બાદ ફરી સક્રિય થવાનો છે. તે રાજસ્થાન રૉયલ્સ (આર.આર.) ટીમ સાથે ફરી જોડાઈ રહ્યો છે. તે 2025ની આઇપીએલ સીઝન પહેલાં આર.આર.ના હેડ-કોચ તરીકે જોડાઈ જશે.

આ પણ વાંચો : સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?

એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટ પર જણાવ્યા મુજબ દ્રવિડે તાજેતરમાં આર.આર.ના ફ્રૅન્ચાઇઝી સાથે ડીલ સાઇન કર્યો છે અને આગામી મેગા ઑક્શન પહેલાં ટીમમાં કયા ખેલાડીઓને રીટેન કરવા એ સંબંધમાં ફ્રૅન્ચાઇઝીના મોવડીઓ સાથે પ્રાથમિક ચર્ચા કરી લીધી છે.

સંજુ સૅમસન આર.આર.નો કૅપ્ટન છે અને તે દ્રવિડના હાથ નીચે ઘણું શીખ્યો છે. સૅમસન અન્ડર-19 ટીમમાં હતો ત્યારે દ્રવિડનું માર્ગદર્શન મેળવે છે.

આ પણ વાંચો : Hitman Rohit Sharmaએ દ્રવિડ માટે લખી ઈમોશનલ પોસ્ટ, જોરદાર વાઈરલ થઈ પોસ્ટ

આર.આર. સાથે દ્રવિડના બહુ જૂના સંબંધો છે. 2012 તથા 2013ની સીઝનમાં દ્રવિડ આર.આર.નો કૅપ્ટન હતો અને ત્યાર બાદ 2014 તથા 2015ની સીઝનમાં દ્રવિડ આ ટીમનો મેન્ટર હતો. 2016માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ) સાથે જોડાયો હતો અને ત્યાર બાદ તે 2019માં બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)નો ચીફ નીમાયો હતો.

2021માં તે ભારતીય ટીમનો હેડ-કોચ નીમાયો હતો અને 2024ની 29મી જૂને ભારતે ટી-20 વિશ્ર્વ કપ જીતી લીધો ત્યાં સુધી ટીમ ઇન્ડિયાને તેણે કોચિંગ આપ્યું હતું.

આ પણ વાંચો : દ્રવિડનો દીકરો પહેલી વાર ભારતની આ ટીમમાં થયો સિલેક્ટ

ભૂતપૂર્વ ક્રિકેટર વિક્રમ રાઠોર એક સમયે ટીમ ઇન્ડિયામાં દ્રવિડનો સહાયક કોચ હતો. હવે આર.આર.માં તે દ્રવિડ સાથે જોડાશે એવી સંભાવના છે.

કુમાર સંગકારા આર.આર.નો ડિરેકટર ઑફ ક્રિકેટ છે અને તે હોદ્દા પર જળવાઈ રહેશે.

આર.આર.ની ટીમ 2008ની પ્રથમ સીઝનમાં ચૅમ્પિયન બન્યા પછી ટ્રોફી નથી જીતી શકી. ત્યાર પછીનો આ ટીમનો બેસ્ટ પર્ફોર્મન્સ 2022માં હતો જ્યારે આ ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી જતાં રનર-અપ રહી હતી. 2023ની આઇપીએલમાં આ ટીમ પ્લે-ઑફમાં નહોતી પહોંચી શકી, પરંતુ 2024માં ક્વૉલિફાયર-ટૂમાં હારી ગઈ હતી.

રાહુલ દ્રવિડ હેડ-કોચના હોદ્દા પરથી ભારતીય ટીમને ટી-20નો વર્લ્ડ કપ અપાવ્યા બાદ હવે લાંબા બ્રેક બાદ ફરી સક્રિય થવાનો છે. તે રાજસ્થાન રૉયલ્સ (આર.આર.) ટીમ સાથે ફરી જોડાઈ રહ્યો છે. તે 2025ની આઇપીએલ સીઝન પહેલાં આર.આર.ના હેડ-કોચ તરીકે જોડાઈ જશે.

એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટ પર જણાવ્યા મુજબ દ્રવિડે તાજેતરમાં આર.આર.ના ફ્રૅન્ચાઇઝી સાથે ડીલ સાઇન કર્યો છે અને આગામી મેગા ઑક્શન પહેલાં ટીમમાં કયા ખેલાડીઓને રીટેન કરવા એ સંબંધમાં ફ્રૅન્ચાઇઝીના મોવડીઓ સાથે પ્રાથમિક ચર્ચા કરી લીધી છે.

સંજુ સૅમસન આર.આર.નો કૅપ્ટન છે અને તે દ્રવિડના હાથ નીચે ઘણું શીખ્યો છે. સૅમસન અન્ડર-19 ટીમમાં હતો ત્યારે દ્રવિડનું માર્ગદર્શન મેળવે છે.

આ પણ વાંચો : દ્રવિડનો વાર્ષિક પગાર 12 કરોડ રૂપિયા હતો, ગંભીરની સૅલરી હજી નક્કી નથી કરાઈ

આર.આર. સાથે દ્રવિડના બહુ જૂના સંબંધો છે. 2012 તથા 2013ની સીઝનમાં દ્રવિડ આર.આર.નો કૅપ્ટન હતો અને ત્યાર બાદ 2014 તથા 2015ની સીઝનમાં દ્રવિડ આ ટીમનો મેન્ટર હતો. 2016માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ) સાથે જોડાયો હતો અને ત્યાર બાદ તે 2019માં બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)નો ચીફ નીમાયો હતો.

2021માં તે ભારતીય ટીમનો હેડ-કોચ નીમાયો હતો અને 2024ની 29મી જૂને ભારતે ટી-20 વિશ્ર્વ કપ જીતી લીધો ત્યાં સુધી ટીમ ઇન્ડિયાને તેણે કોચિંગ આપ્યું હતું.

ભૂતપૂર્વ ક્રિકેટર વિક્રમ રાઠોર એક સમયે ટીમ ઇન્ડિયામાં દ્રવિડનો સહાયક કોચ હતો. હવે આર.આર.માં તે દ્રવિડ સાથે જોડાશે એવી સંભાવના છે.

કુમાર સંગકારા આર.આર.નો ડિરેકટર ઑફ ક્રિકેટ છે અને તે હોદ્દા પર જળવાઈ રહેશે.

આર.આર.ની ટીમ 2008ની પ્રથમ સીઝનમાં ચૅમ્પિયન બન્યા પછી ટ્રોફી નથી જીતી શકી. ત્યાર પછીનો આ ટીમનો બેસ્ટ પર્ફોર્મન્સ 2022માં હતો જ્યારે આ ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી જતાં રનર-અપ રહી હતી. 2023ની આઇપીએલમાં આ ટીમ પ્લે-ઑફમાં નહોતી પહોંચી શકી, પરંતુ 2024માં ક્વૉલિફાયર-ટૂમાં હારી ગઈ હતી.

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!