આમચી મુંબઈ

નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ, કેન્દ્ર સરકારે કાન આમળ્યા

મુંબઈ: કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં દાખલ કરાયેલી હજારો નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, કેન્દ્ર સરકારમાં નોંધાયેલી 2,113 ફરિયાદો પર રાજ્ય સત્તાવાળાઓ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.

કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બર 2023 સુધી રાજ્ય સરકારના વિભાગોને લગતી ફરિયાદો માટે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS)નું સંચાલન કર્યું હતું.

ત્યારબાદ CPGRAMS ને મહારાષ્ટ્ર સરકારના Aaple Sarkar 0.2 પ્લેટફોર્મ સાથે મર્જ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના વિભાગોને કેન્દ્રીય સિસ્ટમ પર પડતર ફરિયાદોનું નિરાકરણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

CPGRAMS બેકલોગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા 25 ઓગસ્ટ 2022 થી ચાર વિશેષ અભિયાનો શરૂ કરવામાં આવ્યા હોવા છતાં, વિવિધ વિભાગો સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા. જવાબમાં, કેન્દ્ર સરકારે રાજ્ય સત્તાવાળાઓને સખત શબ્દોમાં લખેલા પત્રમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે હવે તમામ વિભાગોને બાકી રહેલ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા નિર્દેશ આપ્યો છે. વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર પડતર ફરિયાદોની સમયાંતરે સમીક્ષા કરી રહી છે, અને રાજ્ય સરકારે તેમને હંમેશા નિરાકરણની ખાતરી આપી છે, પણ છતાંય ઠેરનું ઠેર છે, તેથી કેન્દ્ર સરકારે હવે સંકલન અધિકારીઓને તેમની કામગીરી સુધારવા અથવા પરિણામોનો સામનો કરવા ચેતવણી આપી છે.” સંકલન અધિકારીઓને 1 થી 15 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરવામાં આવેલી વિશેષ ડ્રાઈવ દરમિયાન ફરિયાદોનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે પેન્ડિંગ ફરિયાદોમાં સૌથી વધુ, 487, મહેસૂલ બાબતો સાથે સંબંધિત છે, ત્યારબાદ 245 કૃષિ, 156 ગ્રામીણ વિકાસ અને 109 શહેરી વિકાસ સંબંધિત છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી