સ્ટીલથી બનાવી હોત તો ના પડી હોત Chhatrapati Shivaji ની પ્રતિમા : નીતિન ગડકરી
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજીની(Chhatrapati Shivaji)પ્રતિમા પડવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે આ ઘટના બનતા સત્તારૂઢ ગઠબંધન એનડીએ બેકફૂટ પર છે. તેવા સમયે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહ્યું છે કે જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલથી બની હોત તો તે ક્યારેય પડી ન હોત. નીતિન ગડકરીએ કહ્યું કે દરિયાની નજીકના વિસ્તારોમાં લોખંડમાં કાટ લાગવાની સમસ્યા વધુ જોવા મળે છે આ સ્થિતિ સમુદ્રથી 30 કિલોમીટરના અંતર સુધી પ્રવર્તે છે.
પ્રતિમા નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ કરવો જોઇતો હતો
હાઈવે ઓથોરિટીના કામનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, બ્રિજમાં માત્ર સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થવો જોઈએ. હું જાણું છું કે જ્યારે હું મુંબઈમાં 55 ફ્લાયઓવર બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂર્ખ બનાવ્યો હતો. તેણે લોખંડને પાઉડર કોટિંગ કરીને આપ્યું અને તેનો રંગ લીલો હતો. તેણે કહ્યું કે તેમાં કાટ નહીં લાગે. પરંતુ જ્યારે તેને ઇન્સ્ટોલ કરવામાં આવ્યું ત્યારે તે જલ્દી બગડવા લાગ્યું હતું. જો દરિયામાં 30 કિલોમીટર સુધીના અંતરે અમુક કામ કરવું હોય તો સ્ટીલના ઉપયોગ વિના શક્ય નથી. જો શિવાજીના પ્રતિમામાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તે 100 ટકા ના પડી હોત.
પીએમ નરેન્દ્ર મોદીએ માફી માંગી
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી ગત સપ્તાહે મહારાષ્ટ્રના પ્રવાસ પર હતા ત્યારે તેમણે શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી અમારા માટે ભગવાન સમાન છે. અમે તેમની અને તેમની પૂજા કરનારાઓની માફી માંગીએ છીએ. આ પહેલા પણ સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું તેમના પગને 100 વાર સ્પર્શ કરીને માફી માંગવા તૈયાર છું. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ આ અંગે માફી માંગી હતી.
Also Read –