આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજકારણીઓ ગુનેગારોને મૃત્યુદંડની જાહેરાત કરતા હોવાથી ટોળાંરાજ થઈ રહ્યું છે: ન્યાયમૂર્તિ અભય ઓકા

પુણે: સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય ઓકાએ રવિવારે જણાવ્યું હતું કે રાજકારણીઓ અમુક ઘટનાઓનો રાજકીય લાભ લેવા માટે ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવશે એવી ખાતરી આપતા ફરતા હોવાથી ‘ટોળાનું શાસન’ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ન્યાયતંત્ર જ કાનૂની ચુકાદાઓ આપી શકે છે.

પુણેમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજિત કોન્ફરન્સને સંબોધતા જસ્ટિસ ઓકાએ ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા અને ઝડપી, ન્યાયી નિર્ણયો આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે જામીન આપવા અંગે અમુક કેસોમાં કોઈ કારણ વિના ન્યાયતંત્ર પર ટીકા દ્વારા બોમ્બમારો કરવામાં આવે છે.

ન્યાયમૂર્તિ ઓકાએ બંધારણનું પાલન સુનિશ્ર્ચિત કરવામાં વકીલો અને ન્યાયતંત્રની સંવેદનશીલતાની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી હતી.

જો ન્યાયતંત્રનું સન્માન કરવું હોય તો તેની સ્વતંત્રતા અકબંધ રહેવી જોઈએ. વકીલો અને ન્યાયતંત્ર સંવેદનશીલ રહેશે તો જ બંધારણનું પાલન થશે. ન્યાયતંત્રની જાળવણીમાં વકીલોની મુખ્ય ભૂમિકા છે, અને તેઓએ આ જવાબદારી નિભાવવી જ જોઈએ, નહીં તો લોકશાહીનું નુકસાન થશે, એમ જસ્ટિસ ઓકાએ કહ્યું હતું.

આ પણ વાંચો: ન્યાયમૂર્તિએ મોભો જાળવવો જોઈએ: હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટિપ્પણી

તેમણે જાહેરમાં વચનો આપવાની વર્તમાન સ્થિતિ પર વધુ ટિપ્પણી કરતા કહ્યું કે ટોળા રાજ ચલાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જેમાં રાજકારણીઓ અમુક ઘટનાઓનો લાભ ઉઠાવે છે અને લોકોને ગુનેગારો માટે મૃત્યુદંડની ખાતરી આપે છે, તે લોકો જાણે છે કે માત્ર ન્યાયતંત્ર પાસે કાનૂની ચુકાદાઓ આપવાની સત્તા છે.

જો કે જસ્ટિસ ઓકાએ કોઈ ખાસ ઘટનાનું નામ લીધું ન હતું, તેમ છતાં તેમની ટિપ્પણી કોલકાતા બળાત્કાર અને હત્યાની ઘટના અને મહારાષ્ટ્રના બદલાપુરની એક શાળામાં બે છોકરીઓના કથિત જાતીય શોષણ સંબંધે હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું, જેમાં ગુનેગારોને કડક સજાની માગણી કરવામાં આવી રહી હતી.

જસ્ટિસ ઓકાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમુક કેસમાં જામીન આપવામાં આવે છે ત્યારે ન્યાયતંત્ર કોઈ કારણ વગર ‘ટીકા સાથે બોમ્બિંગ’ થાય છે. ન્યાયાધીશોએ કાયદા મુજબ નિર્ણય આપવો જોઈએ જે પારદર્શક હોવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દોષી બળાત્કારીઓને ફાંસીની સજા મળે તે માટે હાલના કાયદામાં સુધારાનું વચન આપ્યાના દિવસો પછી, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શનિવારે કોલકાતામાં ડોક્ટરની કથિત બળાત્કાર અને હત્યામાં સામેલ લોકો માટે ફાંસીની સજાની માગણી કરી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી