ટોપ ન્યૂઝનેશનલ

LPG Cylinder ના ભાવમાં વધારો, વિધાનસભા ચૂંટણી પૂર્વે મોંધવારીનો આંચકો…

નવી દિલ્હી : દેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આજે એલપીજી સિલિન્ડરના(LPG Cylinder)નવા દર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી ગેસ સિલિન્ડરના કિંમતમાં વધારો થયો છે. જો કે ગેસ સિલિન્ડરની કિંમતમાં આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના દરમાં થયો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા થયો છે. જે પહેલા1652.50 રૂપિયા હતો.

19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો

1 સપ્ટેમ્બરથી કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1802.50 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા 1764.50 રૂપિયા હતી. જ્યારે આ વાદળી સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1644 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા 1605 રૂપિયા હતી. જ્યારે ચેન્નાઈમાં તે 1855 રૂપિયા થઈ છે. જે ઓગસ્ટમાં 1817 રૂપિયામાં મળતો હતો.

રાંધણ ગેસના ભાવ યથાવત

જ્યારે દિલ્હીમાં 14.2 કિલોના રાંધણ એલપીજી સિલિન્ડર તેના જૂના ભાવ 803 રૂપિયાના દરે ઉપલબ્ધ છે. જ્યારે કોલકાતામાં 829 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. આજે પણ ચેન્નાઈમાં પણ રાંધણ ગેસ ઓગસ્ટના દરે 818.50 રૂપિયામાં જ ઉપલબ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button