સ્વેટર, મફલર કાઢી લેજો પહાડો પર ઠંડીની સવારી આવી પહોંચી છે
નવી દિલ્હી: હવામાને હવે કરવટ બદલી છે. હિમાચલ પ્રદેશમાંથી વરસાદ પૂરો થઇ ઠંડી જામવા માંડી છે. હવે હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. અહીં લાહૌલ ઘાટીમાં, સ્પીતિમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. મનાલી, લેહ-લદ્દાખ રૂટ પર પણ સિઝનની હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ એક ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. લાહૌલ સ્પીતિ પોલીસ પ્રશાસને આજે દારચાથી આગળ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
તે જ સમયે ખીણના નીચલા વિસ્તારોમાં આખી રાત દરમિયાન વરસાદની આવનૃજાવન ચાલુ રહી હતી. જ્યારે રોહતાંગ પાસ, બરાલાચા, કુંજુમ જોટ, શિંકુલા પાસ સહિતના ઉંચા પહાડોમાં હિમવર્ષા થઈ છે. હવે થોડા દિવસો બાદ મેદાની વિસ્તારોમાં પણ તેની અસર થશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ શિયાળાની શરૂઆત થશે.
મળતી માહિતી મુજબ સરચુ બેરિયર પર ઘણો બરફ પડ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં રસ્તાઓ લપસણો થઇ ગયો છે. બરાલાચા-સરચુ વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો નથી. અહીં ટ્રાફિક થોડો ખોરવાઈ ગયો છે. જો કે, જો હિમવર્ષા ચાલુ રહેશે તો અહીં સ્થિતિ વધુ બગડી શકે છે. આ ઉપરાંત જોબ્રાંગ થઈને મણિમહેશ તરફ જતા કુગતી પાસમાં પણ હિમવર્ષા થઈ છે. તાજેતરની હિમવર્ષા બાદ ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ હિમવર્ષા બાદ ઘાટીમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. બરાલાચા અને આસપાસના વિસ્તારોમાં પહેલેથી જ પહોંચી ગયેલા પ્રવાસીઓ હિમવર્ષા જોઈને ખુશ થઈ ગયા હતા. હવામાન વિભાગે લાહૌલ સ્પીતિમાં ખરાબ હવામાનની સંભાવના વ્યક્ત કરી છે. પહાડો પરથી વરસાદની મોસમે વિદાય લઇ લીધી છે અને લોકોને ફૂલ ગુલાબી તાજામાજા કરતી ઠંડીની સવારી આવી ગઇ છે.