નેશનલ

મોદી સરકારની કર્મચારીઓને ભેટ: યુનિફાઇડ પેન્શન સ્કીમને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી: મોદી સરકારે સરકારી કર્મચારીઓને મહત્વની ભેટ આપી છે. શનિવારે મોદી કેબિનેટે ‘યુનિફાઇડ પેન્શન સ્કીમ’ને (Unified Pension Scheme) મંજૂરી આપી દીધી છે. ડૉ. સોમનાથન સમિતિએ નવી પેન્શન યોજના (NPS)માં ફેરફારની માંગ કરી હતી. સરકારે કર્મચારીઓની માંગોને ધ્યાનમાં રાખીને NPSમાં ફેરફાર કર્યા છે. આ માટે ડો.સોમનાથન કમિટીની રચના કરવામાં આવી હતી. મેટીએ તેના રિપોર્ટમાં એનપીએસમાં ફેરફાર સૂચવ્યા હતા. આ સૂચનોના આધાર પર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે.

યુનિફાઇડ પેન્શન સ્કીમની મંજૂરીથી સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો મળશે. આ સ્કીમ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે અને 23 લાખ સરકારી કર્મચારીઓને તેનો લાભ મળશે. જેઓએ 25 વર્ષથી નોકરી કરનારા કર્મચારીઓને આનો પૂરો લાભ મળશે. બેઝિક પેન્શનના 25 ટકા રોજગારના છેલ્લા 12 મહિનામાં આપવામાં આવશે. 10 વર્ષ સુધી કામ કરનારને 10,000 રૂપિયાનો ફાયદો થશે.

આ લાભ પણ મળશે:
આ સ્કીમમાં 60 ટકા ફેમિલી પેન્શન આપવામાં આવશે એટલે કે જો કોઈ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય છે, તો તેના આશ્રિતને અંતિમ પેન્શનના 60 ટકા મળશે. NPS અને UPS બંને વિકલ્પમાં હશે અને કોઇ એકની પસંદગી કરવાની રહેશે. અગાઉ જેમણે NPS પસંદ કરી છે તે લોકોને પણ આનો લાભ મળશે. રાજ્ય સરકાર પણ આ મોડલનો અમલ કરી શકશે. જો કે આ માટે કર્મચારીઓએ અલગ ફાળો આપવો પડશે નહીં. તેનો 18% હિસ્સો કેન્દ્ર સરકાર ભોગવશે. એનપીએસની જેમ કર્મચારીનું યોગદાન દસ ટકા રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button