નેશનલ

સિદ્ધારમૈયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત : ‘MUDA કૌભાંડ’માં કાર્યવાહી પર લગાવી રોક

બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સિદ્ધારમૈયાને રાજ્યપાલની મંજૂરી સામેની અરજી પર સુનાવણી થાય ત્યાં સુધી ‘MUDA કૌભાંડ’માં કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન મુખ્યપ્રધાન વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. તેમની દલીલ એવી હતી કે રાજ્યપાલની મંજૂરી પક્ષપાતી છે અને રાજનીતિક કારણોથી કર્ણાટકમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 29 ઓગસ્ટે થશે.

સિદ્ધારમૈયાએ મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડના સંબંધમાં તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપવાના રાજ્યપાલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી MUDA દ્વારા જમીન ફાળવણીમાં કથિત ગેરરીતિઓના આક્ષેપો બાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિદ્ધારમૈયાને વિપક્ષી પાર્ટીઓ અને સામાજિક કાર્યકર્તાઓના વધતા દબાણનો સામનો કરવો પડ્યો હતો. જો કે, મુખ્યમંત્રીએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે 17 ઓગસ્ટના રોજ રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે જમીન સંપાદનમાં કથિત ગેરરીતિઓ માટે MUDA વતી સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. જ્યારે ટીજે અબ્રાહમ, મૈસૂરના સ્નેહમાઈ ક્રિષ્ના અને બેંગલુરુના પ્રદીપ કુમાર એસપી સહિત અનેક સામાજિક કાર્યકરોએ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા માટે રાજ્યપાલ પાસે પરવાનગી માંગી ત્યારે વિવાદ ત્યારે શરૂ થયો હતો. આરોપો મૈસુરમાં લગભગ 14 પ્લોટની ફાળવણી પર કેન્દ્રિત છે. પ્લોટ અંગે તેઓ દાવો કરે છે કે તેઓ મુખ્યમંત્રીના પત્નીને ખોટી રીતે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :Karnataka માં ખાનગી નોકરીઓમાં 100 ટકા અનામતની જાહેરાત બાદ સિદ્ધારમૈયાનો યુ-ટર્ન, ડિલીટ કરી પોસ્ટ

અહેવાલો અનુસાર, વિવાદિત જમીન કથિત રીતે દલિત સમુદાયના સભ્યો માટે હતી પરંતુ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેને છેતરપિંડીથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેના કારણે હજારો કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. આ કૌભાંડમાં મુખ્યમંત્રીના સાળા મલિકાર્જુન સ્વામી દેવરાજ પણ કથિત રીતે સામેલ છે. આ મામલો કર્ણાટકમાં મહત્વપૂર્ણ રાજકીય ઘર્ષણનું કારણ બની ગયો છે. શાસક કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી બંને લાંબી લડાઈ માટે તૈયાર હોય તેવું લાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?