નેશનલ

વડા પ્રધાન મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાનમાં જોડવા લોકોને આહ્વાન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વાસીઓને પહેલી ઓક્ટોબરની સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “1 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે, આપણે એક મહત્વપૂર્ણ સ્વચ્છતા પહેલ માટે એકજુટ થવાનું છે. સ્વચ્છ ભારત એ એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવાના આ મહાન પ્રયાસમાં જોડાઓ.”

વડા પ્રધાન મોદીની નાગરિકોને 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા માટે એક કલાક માટે ‘શ્રમદાન’ કરવાની અપીલ કર્યા બાદ, સ્વચ્છતા મંત્રાલયે 3.50 લાખથી વધુ સ્થળો જાહેર કર્યા છે જ્યાં નાગરિકો 1 ઓક્ટોબરે ‘શ્રમદાન’ કરી શકે છે. સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર આ દરેક સ્થળોના જિયો-કોઓર્ડિનેટ્સ અપલોડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 15 સપ્ટેમ્બર 2023થી ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં અત્યાર સુધીમાં લગભગ 31.78 કરોડ લોકોએ ભાગ લીધો છે.

આ સાથે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પણ ખાદ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આ અભિયાનમાં જોડાવા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાનું શ્રમ દાન કરવા કહ્યું છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક્સ પર તેમની એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, “હું તમામ સપ્લાયર્સ, વાજબી ભાવની દુકાનો, ગ્રાહકો અને ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ નાગરિકોને #SwachhBharat ના આ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરું છું. આપણે બધા 1લી તારીખે સવારે 10 વાગ્યે સ્વચ્છતા પખવાડામાં એકઠા થઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા શ્રમદાન કરવું જોઈએ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button