નેશનલ

hindenburg report મુદ્દે રાહુલ ગાંધીના સવાલ “રોકાણકારોની મહેનતની કમાણી ડૂબે તો જવાબદાર કોણ?”

નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે એક નવા રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ના ચેરપર્સન માધાબી પુરી બુચ પર અદાણી ગ્રૂપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ દેશનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. જેને મુદ્દે આજે રવિવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો અને આ વિષય પર ત્રણ મોટા સવાલો પૂછ્યા છે.

તેમણે કહ્યું કે “નાના છૂટક રોકાણકારોની સંપત્તિના રક્ષણની જવાબદારી સંભાળતી સેબીએ ચીફ સામેના ગંભીર આરોપોથી સમાધાન કરાયું છે. દેશભરના પ્રમાણિક રોકાણકારોની પાસે સરકારને મહત્વપૂર્ણ પ્રશ્નો છે.”

આ પણ વાંચો: ‘આ મેગા-કૌભાંડ…’ હિંડનબર્ગ રીપોર્ટ મામલે ખડગેએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું…

રાહુલ ગાંધીએ “X” પર ત્રણ સવાલો પૂછ્યા હતા : સેબીના ચેરમેન માધબી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ખોઈ નાખે છે તો જવાબદાર કોણ ? પીએમ મોદી,સેબી અધ્યક્ષ કે ગૌતમ અંબાણી? ખૂબ જ મોટા ગંભીર આરોપો બાદ શું હવે સુપ્રીમ કોર્ટ શું આ મુદ્દે સંજ્ઞાન લેશે ?

કોંગ્રેસ સાંસદના જણાવ્યા અનુસાર, “હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેપીસી તપાસથી આટલા કેમ ડરે છે? તેનાથી શું બહાર આવી શકે છે.?” રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શરૂઆતમાં તેણે ક્રિકેટ મેચના અમ્પાયરનો પણ ઉલ્લેખ કર્યો હતો જે કમ્પ્રોમાઈજ (સમાધાન)માં છે.

તેણે એક પ્રશ્ન ઉઠાવ્યો અને ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મોટી આંતરરાષ્ટ્રીય મેચના અમ્પાયરનું જ કમ્પ્રોમાઈજ તહી જતું હોય તો તે મેચનું શું થશે?

સેબી વડા માધબી બુચ પર લાગેલા આરોપો અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકારજુગ ખડગેએ કહ્યું કે કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવાની જરૂર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યાં સુધી જેપીસી આ મુદ્દાની તપાસ નહીં કરે ત્યાં સુધી એ પ્રશ્ન રહેશે કે છેલ્લા સાત દાયકાથી સખત મહેનતથી બનેલી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમાધાન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના સાથીનું રક્ષણ કરતાં રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…