અનેક પ્રયાસો બાદ પણ ઘરમાં પૈસાની તંગી? અપનાવો આ સરળ વાસ્તુ ટીપ્સ
જીવનની નાની-મોટી અનેક સમસ્યાઓનો ઉકેલ મેળવવા ઘણીવાર લોકો વાસ્તુશાસ્ત્રની મદદ લેતા હોય છે. મોંઘવારીના સમયમાં લગભગ દરેક મધ્યવર્ગીય ઘરમાં પૈસાની તંગી જોવા મળે છે, ક્યારેક ઓચિંતા જ કેટલાક સંજોગોને કારણે મોટા ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ આવી પડે છે અને આપણે વિચારતા થઇ જઇએ છીએ કે કેમ વારંવાર ખર્ચ કરવો પડે છે, ઘરમાં પૈસા ટકતા કેમ નથી. એવામાં શક્ય છે કે અમુક વાસ્તુ ટીપ્સ મુજબ ઘરમાં ફેરફાર કરવાથી પૈસાની સમસ્યામાંથી છુટકારો મળે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર-પૂર્વ દિશા ધન આગમનની દિશા હોય છે. જો આ દિશામાં ગંદકી કે કોઇ ભારે સામાન રાખવામાં આવે તો તે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તેમજ પરિવારના સભ્યો વચ્ચે મતભેદ પણ વધી શકે છે. આ દિશામાં ક્યારેય અંધારું ન રહેવું જોઇએ. આ દિશામાં હંમેશા પ્રકાશ પથરાયેલો રહે તેવા પ્રયાસો કરવા.
ઉપરાંત દક્ષિણ દિશા પણ યમની દિશા ગણાય છે. આ દિશામાં દરવાજો કે તિજોરી રાખવાથી પૈસા અને આયુને હાનિ પહોંચી શકે છે.
ઘર-દુકાનમાં રહેલ છોડ પર જો સૂકાયેલા પાન નજર આવે તો તેને કાઢી લેવા. નહીંતર ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે.
આ સિવાય ઘર કે દુકાનમાં આસપાસ ક્યાંય ચામાચીડિયા રહેતાં હોય તો આ અશુભ સંકેત છે. તેનાથી ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાનાં જાળ લાગેલા રહે છે તો તેને સમયસર કાઢી દેવા જોઈએ.