નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

આ 35 ડિવાઈસ પર WhatsApp કામ નહીં કરે, શું તમારો સ્માર્ટફોન પણ આ લિસ્ટમાં છે?

મુંબઈ: ડિજીટલ યુગમાં WhatsApp જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. એવામાં, ઘણા Android અને iOS સ્માર્ટફોન પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. આવા ફોન યુઝર્સે જો બેકઅપ નહીં લીધું હોય તો WhatsApp પરની તમામ ચેટ્સ ગુમાવવી પડશે. ઓપરેટિંગ સિસ્ટમના જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન માટે WhatsApp સપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. આ યાદી થોડા સમય પછી અપડેટ કરવામાં આવશે.

ભલે આજે એન્ડ્રોઇડ 15 અથવા iOS 18 રિલીઝ થઈ ગયું છે, પરંતુ ઘણા એવા યુઝર્સ છે જેઓ ઓપરેટીંગ સિસ્ટમના ઘણા જૂના વર્ઝન પર ચાલતા ફોન યુઝ કરી રહ્યા છે. WhatsApp આવા જુના ડિવાઈસ માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે.

વોટ્સએપના જણાવ્યા અનુસાર અનુસાર એન્ડ્રોઈડ 4 કે તેથી વધુ જૂના, iOS 11 કે તેથી વધુ જુના અને Kai OS 2.4 કે તેથી વધુ જૂના વર્ઝન પર ચાલતા ડિવાઈસ પર WhatsApp સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, ફક્ત એ જ ડિવાઈસ પર WhatsApp સપોર્ટ અને અપડેટ્સ મળશે, જે Android 5 અથવા નવા, iOS 11 અથવા નવા અને Kai OS 2.5 અથવા તેના પછીના વર્ઝન પર ચાલે છે.

જોકે, વોટ્સએપે આવા સ્માર્ટફોનના નામનો ઉલ્લેખ કર્યો નથી જેના પર વોટ્સએપ સર્વિસ બંધ કરવામાં આવી છે. પરંતુ એક પોર્ટુગીઝ વેબસાઈટ Canaltechના જણાવ્યા અનુસાર, લિસ્ટમાં આવા 35 સ્માર્ટફોન મોડલનો સમાવેશ થાય છે. તેમાં સેમસંગ, એપલ, મોટોરોલા, હુવેઇ અને કેટલીક અન્ય બ્રાન્ડના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

Canaltech અનુસાર આ સ્માર્ટફોન વોટ્સએપ સપોર્ટ ગુમાવશે:

સેમસંગ (Samsung):
Samsung Galaxy Ace Plus, Galaxy Core, Galaxy Express 2, Galaxy Grand, Galaxy Note 3 N9005 LTE, Galaxy Note 3 Neo LTE+, Galaxy S 19500, Galaxy S3 Mini VE, Galaxy S4 Active, Galaxy S4 mini I9190, Galaxy S4 mini I9192 Duos, Galaxy S4 mini I9195 LTE, Galaxy S4 Zoom, Galaxy S 19500

એપલ(Apple):
iPhone 5, iPhone 6, iPhone 6S Plus, iPhone 6S, iPhone SE.

મોટોરોલા (Motorola):
Moto G, Moto X,

હુવેઇ (Huawei):
Ascend P6 S, Ascend G525, Huawei C199, Huawei GX1s, Huawei Y625

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ…