અમિત શાહ રાષ્ટ્રના હિતમાં પોતાનું અહંકાર ત્યાગે : મહેબૂબા મુફ્તી
કાશ્મીર: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને (POK) પાછું લાવવાને લઈને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ એક સલાહ આપી છે. તેમણે પ્રદેશના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે નિયંત્રણ રેખાની બંને બાજુના પ્રતિનિધિઓને સમાવતી એક સમિતિ રચવાનું આહ્વાન કર્યું છે. તેમણે પીડીપીના 25 માં સ્થાપના દિવસ નિમિતે ગૃહ મંત્રી અમિત શાહને બધા પક્ષના 20 પ્રતિનિધિઓ માટે એક સમિતિ બનાવવાની ભલામણ કરી છે.
તેમણે કહ્યું હતું કે અમિત શાહ કહે છે કે પીઓકે પાછું લાવશે જ્યારે તેઓ કહે મુસ્લિમોને કહે છે કે પાકિસ્તાન જતાં રહો. જો કે હું તમને એક સલાહ આપીશ કે જ્યાં સુધી તમે આ ભાગને પાછો નથી લાવતા ત્યાં સુધી અમારી અને એ પ્રાંતના પ્રતિનિધિઓને માટે એક સમિતિ બનાવો. અને વર્ષમાં એક વાર સાથે બેસશું અને અમારી સામે આવનાર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું.
તેમણે કહ્યું હતું કે અમિત શાહ રાષ્ટ્રના હિતમાં પોતાનો અહંકાર ત્યાગી દે અને સરહદની બંને બાજુના પ્રતિનિધિઓની એક સમિતિ બનાવે. કે આવી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના કાર્યકાળમાં બનાવી હતી. મહેબૂબાએ કહ્યું હતું કે શું અમિત શાહ તમારામાં હિંમત છે ? તમે કહેતા રહો છો કે એ કાશ્મીરને પાછું લાવીશ, એ કાશ્મીર તો બહુ દૂરની વાત છે. તેમના 20 પ્રતિનિધિ અને આપણાં 20 પ્રતિનિધિને એકસાથે બેસવા દો.