ટોપ ન્યૂઝનેશનલ

NEET-UG 2024 મામલે આજે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રેજ્યુએટ (NEET-UG) 2024માં પેપરલીક અને અન્ય ગેરરીતિઓ બાબતે દેશભરના વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છે. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટ(Supreme Court) સમક્ષ સુનાવણી હેઠળ છે, આજે ગુરુવારે NEET 2024 સંબંધિત અરજીઓ પર મહત્વની સુનાવણી કરશે.

NEET 2024 પરીક્ષા 5 મેના રોજ લેવામાં આવી હતી. 18 જુલાઈ માટે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ 40થી વધુ અરજીઓ પર સુનાવણી કરશે. આમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની અરજીનો સમાવેશ થાય છે, ઘણી અરજીઓમાં વિવિધ હાઈકોર્ટમાં પડતર કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી છે.

11 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 સંબંધિત અરજીઓ પર સુનાવણી 18 જુલાઈ સુધી મુલતવી રાખી હતી. આ અરજીઓમાં, NEET-UG 2024 દરમિયાન કથિત ગેરરીતિઓની તપાસ કરવા, પરીક્ષા રદ કરવા અને પરીક્ષા નવેસરથી લેવાનો નિર્દેશની અરજીઓ પણ સામેલ છે. બેન્ચે કહ્યું હતું કે NEET-UG 2024ના આયોજનમાં કથિત અનિયમિતતાઓની તપાસમાં થયેલી પ્રગતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સુપરત કર્યો છે.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેળા સોગંદનામામાં, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ દ્વારા હાથ ધરવામાં આવેલા NEET-UG 2024 પરિણામોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે પરીક્ષામાં મોટા સ્કેલ પર ગેરરીતીનો સંકેત નથી મળ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button