આપણું ગુજરાત

પાક વીમા વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના રિપોર્ટને ફગાવતા શું નોંધ્યું ?

ગુજરાતમાં વર્ષ 2017-18થી લઈને રાજ્યમાં ચોમાસા દરમિયાનઅલગ-અલગ જિલ્લાઓમાં પૂર અને અને કુદરતી હોનારતના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. છેલ્લા 7 વર્ષોમાં જે રીતે ચોમાસુ અલગ-અલગ જિલ્લાઓમાં ખેતીના પાકને ધોવાણ કરે છે. ત્યારે ખેડૂતોની દશા માઠી થઈ છે.

રાજ્યમાં કમોસમી વરસાદ- વાવાઝોડા સામે રાજયના ખેડૂતો વળતર માંગે છે. ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ ને નકારી કાઢ્યો છે. પરિણામે , ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

ગુજરાતમાં વર્ષ 2017-2018 માં બનાસકાંઠામાં પાલનપૂર, લાખની ,વાવ, થરાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્રારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ દિવસ સુધી સરકાર,બનાસકાંઠા જિલ્લાના પાલનપૂરથી ચલાવી હતી.

આ પણ વાંચો: Maharaj film: ‘મહારાજ’ની રિલીઝ પર ગુજરાત હાઈકોર્ટે આ તારીખ સુધી રોક લગાવી, જાણો શું છે વિવાદ

આ પંથકના ખેડૂતોએ લાંબી દડમજલ બાદ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતગર્ત લાયકાત ધરાવતા ખેડૂતોએ વળતર માટે જિલ્લાથી માંડીને રાજ્ય સરકાર સુધી લડત આપી હતી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા ખેડૂતોને સહાય આપવા સરકાર દ્વારા એક કમિટી રચાઇ હતી.

આ કમિટીએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે. હાઈકોર્ટે નિરીક્ષણ કર્યું કે, ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે.

આગામી બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker