‘જીત અને હાર એ લોકશાહીના અંગો છે’, રાહુલ ગાંધીએ ઋષિ સુનકને પત્ર લખ્યો
નવી દિલ્હી: બ્રિટનની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર(British election) થઇ છે, જેને કારણે ભારતીય મૂળના ઋષિ સુનકે વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે અને લેબર પાર્ટીના કીર સ્ટારમેર બ્રિટન(Keir Starmer)ના નવા વડા પ્રધાન બન્યા છે. ભારતની લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઋષિ સુનકને સંબોધીને જાહેર પત્ર લખ્યો(Rahul Gandhi’s letter to Rishi Sunak) છે, રાહુલ ગાંધીએ કહ્યું કે જીત અને હાર લોકશાહીના અનિવાર્ય અંગો છે અને આપણે બંનેને સાથે લઈ ચાલવું જોઈએ.
ઋષિ સુનકને લખેલા તેમના પત્રમાં, રાહુલ ગાંધીએ બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાનની જાહેર સેવા અને બ્રિટિશ લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.
ઋષિ સુનકને લખેલા પત્રમાં, રાહુલ ગાંધીએ લખ્યું કે, “જીત અને હાર એ લોકશાહીની સફરના મહત્વપૂર્ણ ભાગો છે… જાહેર સેવા અને સામાન્ય લોકો માટે તમારું સમર્પણ પ્રશંસનીય છે. તમે જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમે પ્રયાસો કર્યા હતા તે હું મહત્વપૂર્ણ માનું છું. હું આશા રાખું છું કે તમે તમારા અનુભવથી લોક સેવાનું કાર્ય ચાલુ રાખશો.”
શુક્રવારના રોજ ચૂંટણીમાં લેબર પાર્ટીએ પ્રચંડ જીતના થોડા કલાકો બાદ કીર સ્ટારમર બ્રિટનના નવા વડા પ્રધાન બન્યા અને બ્રિટનનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બ્રિટનના નવા વડા પ્રધાનને પણ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું- ઐતિહાસિક જીત માટે અભિનંદન.
લેબર પાર્ટીએ 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં 412 બેઠકો જીતી હતી, જે 2019ની ચૂંટણી કરતાં 211 વધુ છે. કોંગ્રેસના નેતાએ રાહુલ ગાંધીએ કહ્યું કે લેબર પાર્ટીની જીત એ રાજકારણની શક્તિનું સૂચક છે જે સામાન્ય લોકોને સર્વોચ્ચ રાખે છે. તેમણે કહ્યું કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને સતત મજબૂત કરવા માટે આશાવાદી છે. તેમણે નજીકના ભવિષ્યમાં બ્રિટિશ વડાપ્રધાનને મળવાની આતુરતા પણ વ્યક્ત કરી છે.
Also Read –