મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

…તો આ કારણે Anant Ambani-Radhika Merchantના લગ્ન 12મી જુલાઈના જ? તમે પણ જાણી લો કારણ!

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani And Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ના લગ્નની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે.

મામેરુ બાદ ગરબા નાઈટ્સ એમ એક પછી એક દરરોજ વિવિધ ઈવેન્ટ થઈ રહી છે. 12મી જુલાઈના અનંત અને રાધિકાના લગ્ન થવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓએ આ દિવસ જ કેમ અનંત અને રાધિકાના લગ્ન લેવામાં આવ્યા છે એ અંગે ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું જ્યોતિષીઓએ-

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યએ જણાવ્યા અનુસાર 12મી જુલાઈના રવિ યોગની સાથે સાથે અનેક વિવિધ યોગ બની રહ્યા છે. આ દિવસે હસ્ત નક્ષત્ર અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે સપ્તમી છે અને એની શરૂઆત બપોરે 12.32 મિનિટ પર થશે અને વિવાહ જેવા શુભકાર્ય માટે આ તિથી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: મોડી રાતે કેમ CM Eknath Shindeના ઘરે પહોંચ્યા Anant Ambani સાથે Mukesh Ambani?

આ સિવાય રવિ યોગ સવારે 5.32 વાગ્યાથી સાંજે 4.09 કલાક સુધી રહેશે. રવિ યોગ દરમિયાન કરવામાં આવેલા કામમાં અચૂક સફળતા મળે છે અને આ સિવાય આ જ દિવસે અભિજિત મુહૂર્ત સવારે 11.59 વાગ્યાથી બપોરે 12.54 કલાક સુધી રહેશે.

વાત કરીએ હસ્ત નક્ષત્રની તો 12મી જુલાઈના સાંજે 4.09 વાગ્યે હસ્ત નક્ષત્ર શરૂ થઈ રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે હસ્ત નક્ષત્રનો સંબંધ સફળતા અને સમૃદ્ધિથી છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે 12મી જુલાઈના શુક્રવાર છે. હિંદુ સંસ્કૃતિમાં શુક્રવારનો દિવસ વિવાહ માટે ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. શુક્રનો સંબંધ પ્રેમ, સૌંદર્ય, સુખ-સમૃદ્ધિ અને સંબંધનો કારક માનવામાં આવે છે.

અનંત અને રાધિકાના લગ્ન માટે મુંબઈનું એન્ટિલિયા એકદમ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે અને અત્યારથી જ વિવાહની વિવિધ રસ્મો અને કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. જેને કારણે દરરોજ અંબાણી પરિવાર લાઈમલાઈટમાં રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button