નેશનલ

રામપથની દુર્દશાનો વાયરલ થઈ રહેલ ભ્રામક વિડીયોને લઈને નોંધાઈ FIR

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અયોધ્યાને લઈને એક વીડિયો હાલખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રામપથની હાલત ખરાબ હોવાનું જણાવતો ભ્રામક વીડિયો ફરતો કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રામપથમાં ભૂવો પડવાથી એક મહિલા ખાડામાં પડી રહી તે દેખાડવામાં આવી રહ્યું છે. તેના પર સ્થાનિક રહેવાસી આયુષ શુક્લાએ કોતવાલી નગરમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો…
હાથરસથી કશું ના શીખ્યા? મરીન ડ્રાઈવ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ, જુઓ તસ્વીરો

રામપથની દુર્દશાને બતાવી રહેલા એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓ સમાજવાદી વિદ્યાર્થી સભાના પ્રદેશ અધ્યક્ષ મુલાયમ સિંહ કુશવાહાના ફેસબુક એકાઉન્ટ પરથી વાયલ કરવામાં આવ્યો છે. આ વિડોયોને લઈને સ્થાનીક રહેવાસી આયુષ શુક્લએ કોતવાલી નગરમાં FIR નોંધવામાં આવી છે. તેમણે રામનગરી અને સરકારની છબી બગાડવાનો આરોપ કરાયો છે.

જો કે આ ફેસબુક એકાઉન્ટ સમાજવાદી વિદ્યાર્થી સભાના પ્રદેશ અધ્યક્ષનું છે કે નહિ તેની કોઈ પૃષ્ટી કરવામાં નાથી આવી. બુધવારે પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોમાં એક મહિલાને રામપથમાં ભૂવો પડવાથી ખાડામાં પડતી હોય તેવું દર્શાવવામાં આવી રહ્યું છે. આ વિડીયોને સાકેત યુનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના પૂર્વ મહામંત્રી અવધેશ યાદવે પણ શેર કર્યો છે. જે ફેસબુક અકાઉન્ટ પરથી આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તેના પ્રોફાઇલ પીકચરમાં મુલાયમ સિંહ કુશવાહાની અખિલેશ યાદવ સાથેનો ફોટો છે.

સમાજવાદી છાત્ર સભાના પ્રદેશ ઉપાધ્યક્ષ શિવાંશું તિવારીએ જણાવ્યું હતું કે છાત્ર સભાના પ્રદેશ અધ્યક્ષનું નામ વિનીત કુશવાહા છે, મુલાયમસિંહ કુશવાહા નથી. એસપી સિટી મધુબન સિંહે જણાવ્યું હતું કે સૌપ્રથમ તો આ વિડીયો રામપથનો નથી અને આ બાબતને લઈને એફઆઇઆર પણ નોંધવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત