મનોરંજન

સ્વિટ્ઝર્લેન્ડના લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ભારતીયસુપરસ્ટારને સન્માનિત કરાશે

ભારતના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એક શાહરૂખ ખાનને મળેલા પુરસ્કારો અને સન્માનોની યાદી ઘણી લાંબી છે. હવે આ યાદીમાં વધુ એક મોટું સન્માન ઉમેરાવા જઈ રહ્યું છે. હવે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનાર લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખને કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

મંગળવારે, આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલની વેબસાઇટ પર શાહરૂખને સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત શેર કરવામાં આવી હતી. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખને તેની ‘ભારતીય સિનેમામાં નોંધપાત્ર કારકિર્દી’ માટે આ સન્માન આપવામાં આવશે. શાહરૂખ ખાન આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય હશે

ફેસ્ટિવલમાં શાહરૂખની ફિલ્મ બતાવવામાં આવશે. આ ફેસ્ટિવલનાકરિયર અચીવમેન્ટ એવોર્ડને પારડો અલ્લા કેરીએરા કહેવામાં આવે છે. શાહરુખ પહેલા, આ એવોર્ડ અગાઉ ઇટાલિયન ફિલ્મ નિર્માતા ફ્રાન્સેસ્કો રોસી, અમેરિકન ગાયક-અભિનેતા હેરી બેલાફોન્ટે અને મલેશિયાના નિર્દેશક ત્સાઈ મિંગ-લિયાંગને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ફેસ્ટિવલમાં 2002માં આવેલી સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દેવદાસ’ પણ બતાવવામાં આવશે. શાહરૂખને આ એવોર્ડ 10 ઓગસ્ટે મળશે. બીજા દિવસે 11 ઓગસ્ટે શાહરૂખ પણ જાહેર વાતચીત સમારંભ ભાગ લેશે.

લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક નિર્દેશક ઝિઓના એ. શાહરૂખ ખાનને ‘હિંમતવાન અને બહાદુર’ કલાકાર ગણાવ્યો હતો. નઝારોએ બોલિવૂડ સુપરસ્ટારને એવોર્ડ આપવા વિશે કહ્યું હતું કે, ‘લોકાર્નોમાં શાહરૂખ ખાન જેવા લિવિંગ લિજેન્ડનું સ્વાગત કરવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અભૂતપૂર્વ છે. ખાન એક રાજા છે, જે હજુ પણ એવા લોકોની નજીક છે જેમણે તેને તાજ પહેરાવ્યો હતો.

નાઝારોએ તેમના નિવેદનમાં આગળ કહ્યું, ‘આ બહાદુર અને હિંમતવાન કલાકારે હંમેશા પોતાની જાતને પડકાર આપ્યો છે અને હજુ પણ વિશ્વભરના ચાહકોની તેમની ફિલ્મો પાસેથી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. ખાન એક એવો અભિનેતા છે જેણે ક્યારેય દર્શકો સાથેનો સંપર્ક ગુમાવ્યો નથી. શાહરૂખ ખાન આપણા સમયના એક દંતકથા સમાન હિરો છે.

શાહરુખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે ગયા વર્ષે ભારતીય સિનેમાની બે સૌથી મોટી ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ આપી છે. 2023માં તેની ત્રીજી રિલીઝ ‘ડિંકી’ પણ સુપરહિટ રહી હતી. આ પછી, તેણે સત્તાવાર રીતે તેના કોઈપણ પ્રોજેક્ટની જાહેરાત કરી નથી, પરંતુ અહેવાલો કહે છે કે હવે તે તેની પુત્રી સુહાના ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button