આપણું ગુજરાતનેશનલ

મુસાફરો…થોડી તકલીફ માટે થઈ જાઓ તૈયારઃ ડબલ ટ્રેકના કામને લીધે આટલી ટ્રેનોને થશે અસર

અમદાવાદઃ કહેવાય છે કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. રેલવેના ટ્રેકનું ડબલિંગ (railway track doubling)થાય ત્યારબાદ સરવાળે મુસાફરોને ફાયદો થવાનો છે, પરંતુ આ સુવિધા પામવા માટે મુસાફરોએ પણ થોડો ભોગ આપવો પડશે. રાજકોટ ડિવિઝનના (Rajkot division) રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી (Ahmedabad Division) દોડતી કે પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની યાદી લાંબી છે. ધ્યાનથી વાંચજો. (Western railway Update)

| Also Read: Gujarati સંશોધકોનો નવા સંશોધનોમાં દબદબોઃ ચાર વર્ષમાં 952 પેટન્ટ Registered

રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 25.06.2024 થી 30.06.2024 સુધી રદ.
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 29.06.2024 સુધી રદ.

  • આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
  1. 23.06.2024 ના રોજ બરૌની થી દોડતી ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ બરૌનીથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. 28.06.2024 ના રોજ, ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. 24.06.2024 ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4. 27.06.2024 ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. 28.06.2024 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  6. 25.06.2024 ના રોજ જડચેરલાથી દોડતી ટ્રેન નંબર 09576 જડચેરલા-રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  7. 24.06.2024 અને 25.06.2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  8. 26.06.2024 અને 27.06.2024ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  9. 24.06.2024 અને 27.06.2024 ના રોજ, બાંદ્રા ટર્મિનસ થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા ટર્મિનસ -જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  10. 25.06.2024 અને 28.06.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  11. 28.06.2024 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા -રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  12. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 09.06.2024 થી 28.06.2024 સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  13. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

    રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
  14. ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
  15. ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
  16. ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને 24.06.2024 ના રોજ તિરુવનંતપુરમ થી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
  17. ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06.2024ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06.2024ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
  18. ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસને 25.06.2024 ના રોજ જબલપુર થી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.

    માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
  • 23.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.
  • 24.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button