સ્પેશિયલ ફિચર્સ

જીવના જોખમે પણ યુવાનોમાં રીલ બનાવવાનો છે આવો ખતરનાક શોખ !

સોશિયલ મીડિયા પર વાયરલ થતી અનેક તસવીરો જોઈને ઘણી વખત આપણાં રૂંવાટા ઊભા થઈ જાય છે. કેટલાક સમય માટે એવું લાગે છે કે આ કોઈ ટ્રિક ફોટોગ્રાફી હોઈ શકે છે કારણ કે કોઈ તેમના જીવન સાથે આટલું મોટું જોખમ લઈ શકે નહીં. પરંતુ આ તસવીરોની વાસ્તવિક કહાની એવી છે કે જેના વિશે વિચારવું પણ કઠણ થઈ પડે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક છોકરી ધીમેથી કાર ચલાવી રહી છે. જ્યારે એક વ્યક્તિ તેની ડ્રાઇવિંગને તેના કેમેરામાં રેકોર્ડ કરી રહ્યો છે. યુવતીના હાવભાવ અને વીડિયોમાં સંભળાતા અવાજો જોઈને એવું લાગે છે કે યુવતી ડ્રાઈવિંગમાં હજુ શિખાઉ છે. કાર બેક ગિયરમાં છે અને ધીમે ધીમે પાછળની તરફ જઈ રહી છે. અને પછી અચાનક કંઈક એવું થાય છે કે લોકોના શ્વાસ અટકી પડે છે.

જો કે વાસ્તવમાં તે યુવતી રીલ બનાવી રહી હતી અને આ દરમિયાન તે અચાનક ખાડીમાં પડી જાય છે. હાલ રીલ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહેલુ કન્ટેન્ટ છે. રીલ બનાવીને રાતોરાત ફેમસ થઈ જવા માટે યુવાનો તલપાપડ હોય છે. પણ આ રીલ બનાવવા માટે યુવાનો પોતાની જિંદગી પણ દાવમાં મૂકી દેતા હોય છે. કોઈપણ રીલ જોવાની શરૂઆત કરે એટલે તેને ખ્યાલ પણ નથી રહેતો કે તેણે કેટલો સમય ગુમાવી દીધો છે.

આ પણ વાંચો: Bollywood Gossip: આ બાળક દીપિકા અને રણવીરનું નથી? શું છે Social Media પર કરાઈ દાવાની હકીકત..

જો કે આ ગાંડપણની અનેક તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. એક અન્ય તસવીર એ પણ હાલ વાયરલ થઈ રહી છે કે જેમાં એક ખંડેર ઇમારતની છત પરથી એક છોકરી એક છોકરાના હાથના સહારે હવામાં લટકી રહી છે. આ બધુ એક રીલ માટે જ થઈ રહ્યું છે. આ દ્રશ્યમાં પણ જીવના જોખમના જરા પણ અંદાજ વિના બંને રીલ બનાવી રહ્યા છે. જો આમાંથી એકપણનું સંતુલન ડગમગે એટલે તેનું એક જ પરિણામ છે, મોત.

પરંતુ તેમ છતાં આ યુવકોએ જીવના જોખમે વીડિયો બનાવવાનું જોખમ લીધું હતું અને આવા ખતરનાક અને મૂરખાઈભર્યું શૂટ કર્યું. હદ તો એ છે કે કેટલાક લોકો તેને હિંમત કે બહાદુરી પણ કહી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં આ બકવાસ સિવાય બીજું કંઈ નથી. જો કે આ રીલને વાયરલ કરનારની પર મૂર્ખતા પણ છે. આ રીલ જોયા બાદ લોકોને એક ક્ષણે પોતાની આંખ પર જ વિશ્વાસ થતો નથી. સોશિયલ મીડિયા પર લોકો આ વિશે અલગ-અલગ વાતો કરી રહ્યા છે. રીલને જોઈને સ્પષ્ટ થાય છે કે તેનું શૂટિંગ પૂરી તૈયારી સાથે કરવામાં આવ્યું છે.

આ રીલ સામે આવ્યા બાદ પૂણે પોલીસ કાર્યવાહી કરી હતી. વિડીયોમાં દેખાઈ રહેલા બંનેની ઓળખ થઈ ચૂકી છે, દેખાઈ રહેલી છોકરી મીનાક્ષી સાલુકે અને છોકરો મિહિર ગાંધી છે. બંને એથ્લેટ છે અને એક ક્લબથી જોડાયેલા હતા. આ બંને વિરુદ્ધ IPCની કલમ 334 અને336 મુજબ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button