અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદનો ઑડિયો વાઇરલ થયા બાદ એલર્ટ

ફરી એકવાર અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બૉમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર આનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કરી રામ નગરીમાં તૈનાત સુરક્ષા દળોને એલર્ટ કરી દીધા છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ અવરોધો પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રામલલ્લાના દર્શન રૂટ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો : કૉંગ્રેસ આવશે તો રામ મંદિરને તાળા લાગી જશે…. જાણો સિમલા રેલીમાં મોદી શું બોલ્યા
નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી રામ નગરી અયોધ્યા આતંકવાદીઓના નિશાના પર છે. જેને જોતા હવે અહીં સઘન સુરક્ષા કરવામાં આવી છે. તેમ છતાં પણ સમયાંતરે રામ મંદિરને ધમકીઓ મળતી જ રહે છે, તેથી ભવિષ્યમાં અયોધ્યામાં NSG કમાન્ડોની એક યુનિટની સ્થાપના કરવાનો પ્રોજેક્ટ પણ સરકારની ગંભીર વિચારણા હેઠળ છે.