આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છે ભાજપ પર મૂક્યો વિશ્વાસ

Kutch Election Constituency Result 2024 : ભારે ચર્ચાનો વિષય રહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છમાં પણ ભાજપનું કમળ ખીલ્યું છે. ભાજપે આ વખતે સતત ત્રીજી વખત રિપીટ કર્યા હતા. આ ચૂંટણીમાં પણ કચ્છ લોકસભા બેઠક પર જીતનાર વિનોદ ચાવડા સતત 2 ટર્મથી જીત મેળવતા આવ્યા છે .

ગુજરાતની 26 લોકસભા બેઠક પર આજે મતગણતરી બાદ ધીમે ધીમે રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જો કે આ બાંધણી વચ્ચે ગજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છ પર પણ ભાજપનું કમળ ખીલ્યું છે. આ બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વિનોદ ચાવડાએ 2.40 લાખથી લીડથી જીત્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 5,72,488 મતો મળ્યા છે જ્યારે વિપક્ષના નેતા નિતેશ લાલનને 3,33,460 મત મળ્યા હતા.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત, 7મેએ ગુજરાતમાં જાહેર રજા

ગુજરાતમાં કચ્છ બેઠક વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી છે. આ બેઠક પર 1996થી એટલે કે અઢી દાયકા જેટલા સમયગાળાથી ભાજપનો ગઢ રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ બંને પક્ષોએ આ બેઠક પરના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. ભાજપે આ બેઠક પરથી સતત બે ટર્મથી સાંસદ બનતા આવતા વિનોદ ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. તો બીજી બાજુ કોંગ્રેસે અહી નવા જ ચહેરા તરીકે નીતિશ લાલનને મેદાનમાં ઉતાર્યા હતા.

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રીય સમાજમાં ભારે રોષ વ્યાપ્ત થયો હતો. કચ્છ લોકસભા બેઠક પર ક્ષત્રિયોનો પણ દબદબો રહ્યો છે. આ બેઠક પર ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઇ તેવી આશા સેવવામાં આવી રહી હતી. જો કે તેની કોઈ જ અસર જોવા મળી નથી, ભાજપના વિનોદ ચાવડાએ અહી સતત ત્રીજી વખત જીત મેળવીને હેટ્રીક નોંધાવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button