આપ સાંસદ સ્વાતી માલીવાલ સાથે મારામારી કેસમાં આરોપી વિભવ કુમારના જામીન ફગાવાયા
સ્વાતી માલીવાલ સાથે કહેવાતી મારપીટના કેસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પીએ વિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવાઈ છે. તેમણે તીસ હજારી કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી પરંતુ એડીશનલ સેશન્સ જજ સુશીલ અનુજ ત્યાગીએ તેમને રાહત આપવા ના પાડી દીધી હતી.
વિભવ કુમાર પર ૧૩ મેના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને સ્વાતી માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્લીની એક અદાલતે તેના જામીન ફગાવ્યા બાદ દિલ્લી પોલીસે તેણે ગિરફ્તાર કરી લીધા હતા.
કોર્ટના એક આદેશ બાદ તેને 24 મેં એ ચાર દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. તે 28 સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેશે.દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલનાં પીએ વિભવ કુમારને આ પહેલા પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.
આ પણ વાંચો: સ્વાતિ માલીવાલે પોલીસ સ્ટેશનમાં તુરંત ફરિયાદ કેમ ના નોંધાવી! સ્વાતીએ એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો
સ્વાતી માલીવાલનાં દાવા પ્રમાણે ૧૩ મેં એ વિભવ કુમારે તેના પર અમાનુષ રીતે હુમલો કર્યો હતો. અને જ્યારે તેણીએ કહ્યું કે ટે પીરીયડસ માં છે તો પણ તે નહોતા રોકાયા. હુમલા પછી માલીવાલે દાવો કર્યો કે તેમની બંને બાજુઓમાં દુખાવો છે અને તેમને ચાલવામાં તકલીફ છે.
દિલ્લી પોલીસે પોતાનારિમાન્ડ રીપોર્ટમાં કહ્યું કે આ મારપીટ એક ગંભીર કેસ છે જે ક્રુરતા પૂર્વક કરાયેલો ઘાતક હુમલો થઇ શકત. પોલીસે તપાસમાં એવો પણ આરોપ લગાવ્યો કે કુમાર તપાસમાં સહકાર નથી કરી રહ્યા.
દિલ્લી પોલીસના મતાનુસાર ‘આ એક ગંભીર કેસ છે જ્યાં એક સમાજજીવનની હસ્તી,સાંસદ પર બેરહેમીથી હુમલો કરવો એ જીવલેણ બની શકત, સવાલો છતાં આરોપી તપાસમાં સહયોગ નથી આપતા અને ઉડાઉ જવાબ આપે છે