આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાજ્યમાં મહાયુતિનું ભગવું વાવાઝોડું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મતદારોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ખાતરી આપી છે. તેથી રાજ્યમાં મહાયુતિના 45થી વધુ ઉમેદવારો જીતશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યના તમામ લોકસભા મતવિસ્તારોમાં ભગવું વાવાઝોડું ચાલી રહ્યું છે અને વિપક્ષનો કારમો રકાસ થશે.

માવળ લોકસભા મતવિસ્તારના મહાયુતિના ઉમેદવાર શ્રીરંગ બારણેના પ્રચાર માટે સવારે મુખ્ય પ્રધાનની હાજરીમાં ચિંચવડમાં એક વિશાળ રેલી યોજાઈ હતી. સાંજે થાણે લોકસભા મતવિસ્તારના ઉમેદવાર નરેશ મ્હસ્કેના પ્રચાર માટે ભાઈંદર પૂર્વમાં નવઘર નાકાથી શરૂ થયેલી પ્રચાર રેલીને મતદારોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો. આ બંને રેલીઓમાં શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદેએ વિપક્ષની ટીકા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા મતદારોને અપીલ કરી છે. તે મુજબ મહિલાઓએ વહેલી સવારે મતદાન કરવું જોઈએ. તે પછી ઘરના અન્ય લોકોએ મતદાન કરવા જવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવી ઇમારતમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પહેલો નિર્ણય લીધો છે. દરેક મત મહત્વપૂર્ણ છે. એક વોટ દેશ બનાવશે. એક વોટ દેશના વિકાસ માટે છે અને એક વોટ નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે છે.

આપણ વાંચો: આનંદ દીઘેની સંપત્તિ પર ઉદ્ધવ ઠાકરેનો ડોળો હતો: એકનાથ શિંદે

વિપક્ષ પાસે કોઈ ધ્વજ નથી અને કોઈ એજન્ડા નથી. વિરોધીઓ આકળા વ્યાકળા થઈ ગયા છે અને તેમના પગ નીચેથી રેતી સરકી રહી છે. તેઓ મોદી સરકાર બંધારણમાં ફેરફાર કરશે તેવા પાયાવિહોણા આક્ષેપો કરવા પર ઉતરી આવ્યા છે. પણ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય હોય ત્યાં સુધી ડો.

બાબાસાહેબ આંબેડકરનું બંધારણ કાયમ રહેશે એવી ખાતરી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે તેથી જનતાએ વિપક્ષના ખોટા પ્રચાર પ્રત્યે ધ્યાન ન આપવું જોઈએ તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ અનેક વિકાસના કામો કર્યા છે. તે વિકાસ કાર્યોના બળ પર જ લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાને વધુ એક વખત વ્યક્ત કર્યો હતો.

ઉનાળાના ધોમધખતા તાપમાં અહીં ભીડ જોવા મળી રહી છે. આના પરથી સિદ્ધ થયા છે કે કેન્દ્ર અને રાજ્યમાં લોકોની સરકાર છે. આ બંને સરકારના કામના બળ પર મતદારો મહાયુતિને મત આપશે. આ સમયે મુખ્યમંત્રીએ રાજ્યમાં મહાયુતિ 45થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રથમ ત્રણ તબક્કામાં મહાગઠબંધનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button