આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

નિલેશ કુંભાણી 22 દિવસ બાદ અચાનક થયા પ્રગટ, કૉંગ્રેસને આપ્યો જવાબ, ‘કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી તેનો મે બદલો લીધો’

સુરત: સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી લાંબા સમય બાદ આખરે મીડિયા સમક્ષ આવ્યા હતા. 22 દિવસ સુધી સંપર્ક વિહોણા થયા બાદ સામે આવ્યા બાદ તેમણે કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો હતો. મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી તેનો મે બદલો લીધો છે.

મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું હતું કે, મેં જે કંઈ પણ કર્યું છે તેની પાછળ સુરતના પાંચ નેતાઓ છે. જે ટેકેદારોની વાત કરવામાં આવી રહી છે તેઓ માત્ર મારા સંબંધી જ નથી પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે. હું પિટિશન કરવા માટે હાઈકોર્ટ પણ ગયો હતો. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે વિરોધ કરવા લાગ્યા જેથી હું ગાયબ થઈ ગયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી આગામી દિવસોમાં રાજકારણમાં રહેવું છે કે નહીં તે બાબતે હું હિતેચ્છુ સાથે ચર્ચા વિચારણા કરી જ નિર્ણય લઈશું.

નિલેશ કુંભાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું અને મારા જે અન્ય ટેકેદારો છે તેઓ સાથે જ છીએ કોંગ્રેસના ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો. હું ક્યાંય નાસી ગયો નહોતો. હું મારા સૌરાષ્ટ્રના ગામમાં મારા ફાર્મ હાઉસ અને મારા ઘરે જ હતો. તેમણે કહ્યુ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન મારી સાથે આવતાં ન હતા તેઓ ભેદભાવ કરતા હતા.

આપણ વાંચો: નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ આકરા પાણીએ, સુરતના કલેક્ટર અને ટેકેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી

તેમણે કાર્યકર્તાઓ પર પણ પ્રહારો કરતાં જણાવ્યું કે, ટીકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યકર્તા, નેતા સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઇ સાથે આવે નહીં.અહીંયા બની બેઠેલા કોંગ્રેસના નેતા પણ સાથ નહોતા આપતા, કોંગ્રેસેના નેતાએ મારી સાથે ગદ્દારી કરી છે.

હવે તેઓ ભાજપમાં જોડાશે કેમ આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, અત્યાર સુધી ભાજપ સાથે મારે સંપર્ક નથી થયો. ભાજપ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. મારું ફોર્મ પણ કોંગ્રેસના એડવોકેટે ભર્યું હતુ. મારા ટેકેદારોએ અને મે 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો બદલો લીધો. હું આજે પણ સુરતમાં આંટા મારું છું કોઈ માઈનો લાલ મને અડીને દેખાડે.’

નિલેશ કુંભાણીએ તેમના નિવેદનમાં એમ પણ કહ્યું કે હું ધાનાણી અને શક્તિસિંહ ગોહીલનું માન રાખીને ચૂપ છું નહીંતર કોંગ્રેસ દ્વારા મારી સાથે જે કરવામાં આવ્યું છે તે વિશે બધું જાહેર કરી શકું છું.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવાર નિલેશ કુંભાણીને બનાવ્યા હતા. પરંતુ નિલેશ કુંભાણીએ નામાંકન સમયે જેમને ટેકેદારો બનાવ્યા હતા તેઓએ ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું હતું કે, ફોર્મ પર તેમની સહી નથી અને ત્યારથી જ વિવાદ સર્જાયો હતો. આ વિવાદના કારણે નિલેશ કુંભાણીનુ ફોર્મ પણ ચૂંટણી પંચ દ્વારા રદ કરાયુ હતુ. તે સમયે ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા વચ્ચે અચાનક જ નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા હતા.

કોંગ્રેસ પક્ષ મીડિયા અને તમામ લોકો તેમની સાથે સંપર્ક કરવા માંગતા હતા પરંતુ તેઓ કોઈના સંપર્કમાં ન હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ એક બાદ એક તેમની ઉપર આક્ષેપો કરી રહ્યા હતા કે, તેઓએ પક્ષ સાથે ગદ્દારી કરી છે. ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યા હતા પરંતુ આ સમયગાળા દરમિયાન નિલેશ કુંભાણી સામે આવ્યા ન હતા. નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત