સ્પોર્ટસ
ગૂડ ન્યૂઝઃ વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યા સાત્વિક-ચિરાગ

નવી દિલ્હીઃ છેલ્લા બે સપ્તાહથી શાનદાર પ્રદર્શન કરી રહેલા ભારતના બેડમિન્ટન સ્ટાર સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મંગળવારે ફરી એકવાર બીડબલ્યૂએફ મેન્સ ડબલ્સ બેડમિન્ટન રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે.
એશિયન ગેમ્સ ચેમ્પિયન રહેલી આ જોડીએ મલેશિયા ઓપન સુપર 1000 અને ઈન્ડિયા ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહી હતી. ગયા વર્ષે હોંગઝોઉ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ બંને પ્રથમ વખત ટોપ રેન્કિંગમાં પહોંચ્યા હતા.
તેઓને ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન કાંગ મીન યુક અને સેઓ સાંગ જેએ હાર આપી હતી. અન્ય ભારતીયોમાં એચએસ પ્રણય આઠમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને પ્રિયાંશુ રાજાવત અનુક્રમે 19મા, 25મા અને 30મા સ્થાને રહ્યા છે.