આમચી મુંબઈ

પ્રદૂષણની ગંભીર સ્થિતિઃ ટૂંક સમયમાં કેન્દ્રીય ટીમ મુંબઈ આવશે

મુંબઈ: મુંબઈના બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ની ગંભીર નોંધ લેતા, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MOEFC)ના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં જ મુંબઇમાં સ્થિતિનો અભ્યાસ કરવા માટે મુંબઈની મુલાકાત લેશે.

MoEFCના સંયુક્ત સચિવ નરેશ પાલ ગંગવારેએ જણાવ્યું હતું કે અમને રાજ્ય સરકારના પર્યાવરણ વિભાગ અને બીએમસી તરફથી મુંબઈમાં વાયુ પ્રદૂષણને ડામવા માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં વિશેની વિગતોનો રિપોર્ટ મળ્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે પ્રદૂષણ માટે લેવાયેલા પગલાની તપાસ કરવામાં આવશે. શહેરમાં એવું પ્રથમ વખત બનશે કે જ્યારે MoEFCCની ટીમ બગડતી હવાના સૂચકાંક (AQI)ને તપાસવા માટે મુંબઇની મુલાકાત લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વખતની મુલાકાતમાં BMC કેન્દ્રને જે અહેવાલ આપશે તેની સમીક્ષા કરવામાં આવશે.


નોંધનીય છે કે શહેરમાં વધતા પ્રદૂષણના સ્તરને કારણે મુંબઈના મરીન ડ્રાઈવમાં ધુમ્મસનું સ્તર જોવા મળ્યું હતું. BMC દ્વારા હવાની ગુણવત્તા સુધારવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. હવાની ગુણવત્તા સુધારવા માટે BMC દરરોજ રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરી રહી છે. BMC દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અને નિયમોનું પાલન ન કરતી બાંધકામ હેઠળની ઇમારતોને પણ નોટિસ મોકલવામાં આવી રહી છે. વાયુ પ્રદૂષણ માટેના મુખ્ય ગુનેગારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, બાંધકામની જગ્યાઓ, ઘણી મોટી માત્રામાં કચરો સળગાવવો, કૃષિ અવશેષો તેમજ પવનની મર્યાદિત ગતિ અને ભૌગોલિક વિશેષતાઓને કારણે હવામાં પ્રદૂષણનો વધારો જોવા મળે છે.


મુંબઈમાં હવાની ખરાબ ગુણવત્તાને કારણે લોકોની સમસ્યા વધી છે. ખરાબ હવાની ગુણવત્તાને કારણે અહીંના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.બોમ્બે હાઈ કોર્ટે શહેરમાં વાયુ પ્રદૂષણના સ્તરની સુઓ મોટો કર્યો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈની હવાની ગુણવત્તા 130થી 150ની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ આજે મુંબઈના કેટલાક વિસ્તારો જેમાં ચેમ્બુર, કોલાબા અને બીકેસીમાં AQI સ્તર 250ને પાર કરી ગયું છે.


ત્યારે MOEFCCના અધિકારીઓ મુંબઈના તમામ વિસ્તારોની મુલાકાત દરમિયાન કરેલા અવલોકનોનો અભ્યાસ રજૂ કરીશે અને તે પ્રમાણે પ્રદૂષણને ડામવા માટે બીએમસી તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?