મનોરંજન

Bigg Boss-17માંથી બહાર આવીને બે જ દિવસ થયાને આ એક્ટ્રેસે આપ્યા

અહં… તમે Good Newsનો બીજો કોઈ અર્થ કાઢો કે પછી કોણ છે એ એક્ટ્રેસ એવું વિચારવા લાગો તો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ ટીવીની સંસ્કારી બહુ પવિત્ર રિશ્તા ફેમ Ankita Lokhnade… અને રહી વાત Good Newsની તો એ Good News એવા છે કે એક્ટ્રેસે શોમાંથી બહાર આવતાં જ એક મોટી ફિલ્મ સાઈન કરી છે. જી હા, એક્ટ્રેસે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ News તેના ફેન્સ સાથે શેર કર્યા છે.

Ankita Lokhnadeએ સોશિયલ મીડિયા પર ફિલ્મ Veer Savarkarની એક ઝલક શેર કરતા લખ્યું છે કે આવી રહ્યા છીએ ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયેલા એક વિરાટ વ્યક્તિત્વને શોધવા. રણદીપ હુડ્ડા સાથે સ્ક્રીન શેર કરવાનો મોકો મળતા ખૂબ જ ખુશ છું. Bigg Boss-17માંથી બહાર આવીને એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહી છું.


ફેન્સ પણ Ankita Lokhnadeની આ અનાઉન્સમેન્ટ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા છે અને તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને હવે તે રણદીપ હુડ્ડા સાથે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મમાં Ankita Lokhnadeની એન્ટ્રી થતાં તેના ફેન્સ એકદમ રાજીના રેડ થઈ ગયા છે.


Ankita Lokhnadeની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ટીવી સીરિયલમાં લોકોએ તેને ખૂબ જ વખાણી હતી. દરેક રોલમાં ફેન્સે Ankita Lokhnadeને સપોર્ટ કર્યો છે. Bigg Boss-17ની વાત કરીએ તો આ શોમાં Ankita Lokhnadeએ પતિ વિકી જૈન સાથે ભાગ લીધો હતો અને લોકોએ તેની જર્નીને ખૂબ જ વખાણી હતી. Ankita Lokhandeના હાથમાંથી ટ્રોફી સરી ગઈ હતી પણ તેણે મોટી ફિલ્મ સાઈન કરીને ફેન્સને એક સુખદ આંચકો આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help?