ઇન્ટરનેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Met Gala-2024માં આટલો મોંઘો Outfit પહેરીને પહોંચી Isha Ambani… Look થયો Viral…

Mukesh Ambani And Familyની વાત જ ન્યારી છે અને જ્યાં જાય ત્યાં આ Ambani Familyના સદસ્યો ટોક ઓફ ધ ટાઉન, સેન્ટર ઓફ અટ્રેક્શન બનવાનું ચૂકતા નથી. માતા-પિતા Mukesh Ambani અને Nita Ambaniની આ પરંપરાને તેમના સંતાનો Akash Ambani, Anant Ambani, Isha Ambaniએ પણ ખૂબ જ સારી રીતે જાળવી રાખી છે.

Isha Ambani પણ અવારનવાર તેના લૂક અને લક્ઝુરિયસ લાઈફને કારણે લાઈમલાઈટમાં આવતી હોય છે. Isha Ambani હાલમાં Met Gala Event-2024માં પહોંચી હતી અને Mukesh-Nitaની લાડકવાયી બીજી વખત Met Gala-2024માં સામેલ થઈ હતી. હંમેશની જેમ જ આ વખતે પણ Isha Ambaniએ એવો ગાઉન પહેર્યો હતો કે તેનો લૂક જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આવો જોઈએ આખરે એવું તે શું પહેરીને પહોંચી Isha Met Gala Event પર…

Isha Ambani જેવી Met Gala-2024ના કાર્પેટ પર પહોંચી કે લોકો તેની સુંદરતાના કાયલ થઈ ગયા હતા. સુંદર ગોલ્ડન કલરના સ્ટોનથી જડેલો ડિઝાઈનર ડ્રેસ અને એની સાથે ફ્લાવર પ્રિન્ટનો લાંબો અટેચમેન્ટ એના ગાઉનને ઈન્ડો વેસ્ટર્ન લૂક આપી રહ્યો છે.

વાત કરીએ અંબાણી પરિવારની લાડકવાયીના ડ્રેસની તો આ આઉટફિટ અનાઈતા શ્રોફ અદજાનિયા અને રાહુલ મિશ્રાએ મળીને તૈયાર કર્યો છે. ફરીશા, જરદોશી, નક્શી અને ડબકા જેવું ખાસ એપ્લિક જડતરનો ઇપયોગ કરવામાં આવ્યો છે. ઈશા અંબાણીના આ આઉટફિટને જોઈને એવું લાગી રહ્યું છે કે આ આઉટફિટમાં ઘણા બધા સ્ટોનનો ઉપયોગ થયો છે. આ આઉટફિટ સાથે ગળામાં સુંદર નેકપીસ, હાર, હાથમાં કડા સ્ટાઈલનું બ્રેસલેટ તેમ જ ઝુમકા પહેરીને ઈશાએ લૂકને કમ્પલિટ કર્યો હતો.

ઈશા અંબાણીએ પહેરેલાં આ કિંમતી ડ્રેસની કિંમત તો હજી સુધી રીવિલ નથી કરવામાં આવી પણ એને બનાવવામાં વપરાયેલા સ્ટોન્સને જોઈને અંદાજો લગાવી શકાય કે તેને બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઈશાએ બીજી વખત મેટ ગાલા-2024માં ભાગ લીધો હતો અને ઈશા સિવાય આ ઈવેન્ટમાં સહભાગી થનારા બીજા ભારતીયોની વાત કરીએ તો આલિયા ભટ્ટ પણ મેટ ગાલા પહોંચી હતી અને તેના દેસી લૂકે પણ લોકોને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ