
જયપુર: પાંચ ડિસેમ્બરના રોજ જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે આખા રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી પરંતુ કરણી સેનામાં ઉગ્રતા જોવા મળી રહી છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશની યોગી સરકારની જેમ જ હત્યારાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે. આ ઉપરાંત કરણી સેનાએ એ વાતને પણ ઉલ્લેખ કર્યો હતો કે પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી છેલ્લા બે વર્ષથી સુરક્ષા માંગી રહ્યા હતા પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા તેમને કોઈ મદદ કરવામાં આવી નહોતી.
કરણી સેનાના નેતા મહિપાલ સિંહે તો ત્યાં સુધી કહી દીધું કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે રાજસ્થાન પોલીસ કોઇ કાર્યવાહી ના કરે ત્યાં સુધી રાજ્યમાં કોઇ શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. નોંધનીય છે કે કરણી સેનાએ તેના પ્રમુખની હત્યાના વિરોધમાં આજે સંપૂર્ણ રાજસ્થન બંધ રાખવામાં આવ્યું હતું. મહિપાલ સિંહે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગેહલોત સરકારે ગોગામેડીને સુરક્ષા પૂરી ના પાડી એટલે જ આ ઘટના બની છે.
હત્યાકાંડમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગ્રુપનું નામ ચર્ચામાં આવ્યું છે. ગોગામેડીની હત્યા બાદ થોડા ક જ સમયમાં રોહિત ગોદારા કપૂરીસર નામની પ્રોફાઇલમાંથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેમાં કરણી સેનાના અધ્યક્ષની હત્યાની જવાબદારી લેવામાં આવી છે. પોસ્ટમાં લખેલી બાબતો પરથી એવું લાગી રહ્યું હતું કે આરોપી બિશ્નોઈ ગેંગનો સભ્ય છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે હતું કે કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની આજે જયપુરમાં હત્યા કરવામાં આવી છે અને અમને જે પણ બદમાશોના ઠેકાણાઓ ધ્યાનમાં છે ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમે હરિયાણાના ડીજી સાથે પણ વાત કરી છે અને મદદ માંગી છે. તેમજ રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી સોશિયન મિડીયા પર સ્વીકારી હતી તો તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.