લખનઊઃ અહીંના ઈકાના સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે વર્લ્ડ કપમાં 230 રનના સ્કોર અચીવ કરવા આવેલી ઈંગ્લિશ ટીમને ભારતે રીતસર ધૂળ ચટાડી હતી. પહેલી બેટિંગમાં ભારતે 229 સામાન્ય સ્કોર કર્યા પછી બોલિંગમાં મહોમ્મદ શામી અને જસપ્રીત બુમરાહ સહિત અન્ય બોલરોએ આક્રમક બોલિંગ નાખતા ઇંગ્લેન્ડને ભારતે 100 રને હરાવ્યું હતું.
ભારતે પચાસ ઓવરમાં 229 રન કર્યા હતા, પરંતુ તેના જવાબમાં ઇંગ્લેન્ડ ફક્ત 34.5 ઓવરમાં 129 રને ઓલઆઉટ થયું હતું. 2003ના વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યા પછી આજે ભારતે 20 વર્ષનું વેર વાળીને જીત્યું હતું. 230 રનનો સ્કોર અચીવ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમવતીથી જો રુટ અને બેન સ્ટોક્સ મહત્ત્વના ધુરંધરોએ ઝીરો રન કર્યા હતા, જ્યારે ઓપનર ડેવિડ મલાન અને સુકાની જોસ બટલરે પણ અનુક્રમે 16 અને દસ રન કર્યા હતા. મિડલ ઓર્ડરમાં મોઈન અલી પણ નિષ્ફળ રહ્યો હતો, જેને 31 બોલમાં પંદર રન કર્યા હતા, ત્યારબાદ લિયામ લિવિંગ્સ્ટોને 46 બોલમાં 27 રન કર્યા હતા, જેમાં સૌથી વધુ સ્કોર ફક્ત તેને કર્યા હતા.
ભારતના આક્રમક બોલરમાં મહોમ્મદ શામી (4 વિકેટ), જસપ્રીત બુમરાહ (3), કુલદીપ યાદવે (2) સૌથી વિકેટ ઝડપી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા (1 વિકેટ લીધી હતી)એ મજબૂત બોલિંગ નાખી હતી. અલબત્ત, ભારતીય ધુરંધર બોલરોએ પહેલી ઓવરથી અંગ્રેજ બેટરને દબાણમાં લાવ્યા હતા, તેથી તબક્કાવાર વિકેટો ગુમાવી હતી. ઇંગ્લેન્ડની પહેલી બે વિકેટ 30 રને પડી હતી, ત્યારબાદ 33 અને 39 રને ત્રીજી/ચોથી વિકેટ પડી હતી. બાવન અને 81 રને પાંચમી/છઠ્ઠી વિકેટ પડી હતી. આ ઉપરાંત, 98 રને સાતમી અને આઠમી વિકેટ વોક્સ અને લિવિગ્સ્ટોનની પડી હતી. 112 રને (આદિલ રશીદની વિકેટ શમી)એ નવમી વિકેટ પડી હતી, જ્યારે 129 રને દસમી વિકેટ માર્ક વૂડની પડી હતી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2003ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને ભારતે હરાવ્યું હતું. એના પછી ભારત કોઈ મેચ જીત્યું નહોતું. એના સિવાય બંને દેશ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચો પર નજર કરીએ તો વર્ષ 1975ના વન-ડે વર્લ્ડ કપમાં મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી. આ પછી 1983ના વન ડે વર્લ્ડ કપમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યાર બાદ ઈંગ્લેન્ડની ટીમે 1987 અને 1992ના વન ડે વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. ભારતીય ટીમે 1999 અને 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ પર જીત મેળવી હતી. 2011ના વર્લ્ડ કપમાં મેચ ટાઈ રહી હતી. ગત વન-ડે વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું.
Taboola Feed