છેલ્લા પાંચ વર્ષમાં ધાર્મિક કાર્યક્રમમાં 'નાસભાગ'માં 200થી વધુ લોકોના મોત | મુંબઈ સમાચાર

છેલ્લા પાંચ વર્ષમાં ધાર્મિક કાર્યક્રમમાં ‘નાસભાગ’માં 200થી વધુ લોકોના મોત

નવી દિલ્હીઃ હરિદ્વારામાં આવેલા મનસા દેવી મંદિરમાં આજે સવારે નાસભાગ થઈ હતી, જેમાં નાસભાગમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 25થી 30 લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત અત્યારે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોની અત્યારે હોસ્પિટલમાં સારવાર સાચી રહી છે.

આ ઘટના મામલે લોકોએ અફવા ફેલાવી હતી કે તારમાંથી કરંટ આવી રહ્યો હતો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હોવાથી આ ઘટના વધારે ગંભીર બની ગઈ છે.

આપણ વાંચો: હરિદ્વારના મનસાદેવી મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

જોકે, ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની વધતી ભીડને નિયંત્રિત કરવાની સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં એના માટે પણ પ્રશાસને હજુ પણ મહત્ત્વના પગલાં ભરવાનું જરુરી રહે છે.

આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની છે જેમાં અનેક લોકોના અકાળે મોત થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ધાર્મિક સ્થળોએ નાસભાગની 10 મોટી ઘટનાઓ બની છે. આ દરેક ઘટનાઓમાં કુલ મળીને 200 લોકોનું મોત થયું હતું. ચાલો તે દરેક ઘટનાની વિગતો મેળવીએ…

આપણ વાંચો: બેંગલુરુ નાસભાગ: RCB જવાબદાર, કોહલીની અપીલ પણ રિપોર્ટમાં સામેલ…

છેલ્લા 5 વર્ષમાં થયેલી નાસભાગની ઘટનાઓની વિગતો

વૈષ્ણોદેવી મંદિર (1લી જાન્યુઆરી 2022): 2022ના પહેલા જ મહિનામાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની મોટી ઘટના ઘટી હતી. આ મંદિરમાં સાંકડો પ્રવેશ દ્વાર છે અને ભીડ વધારે આવી ગઈ હોવાથી નાસભાગની ઘટના બની હતી. આ નાસભાગમાં કૂલ 12 લોકોનું મોત થયું હતું જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયાં હતાં.

બાંકે બિહારી મંદિર (20મી ઓગસ્ટ 2022): ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં બાંકે બિહારીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા માટે આવતા હોય છે.

20મી ઓગસ્ટ 2022માં જન્માષ્ટમીના દિવસે ખૂબ જ ભક્તો આવી ગયાં હતા, જેના કારણે નાસભાગની ઘટના બની ગઈ હતી. આ ઘટનામાં બે લોકોનું મોત થયું હતું જ્યારે સાત લોકો ઘાયલ થયા હતાં.

આપણ વાંચો: અમદાવાદના કાંકરિયાની ક્લબમાં કાર્યક્રમ વખતે દીવાલ ધરાશાયી, લોકોમાં નાસભાગ

ઈન્દોર (31મી માર્ચ, 2023): મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રામ નવમીના તહેવાર પર 31મી માર્ચ 2023માં એક મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રાચીન બાવડી બાઓલી ઉપરનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટનાના કારણે મોટા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ 36 લોકોનાં મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતાં.

બાંકે બિહારી મંદિર (24મી ડિસેમ્બર, 2023): ઉત્તર પ્રદેશમાં આવેલા બાંકે બિહાર મંદિરમાં 2023 પણ એક મોટી નાસભાગની ઘટના બની હતી. જેમાં બે શ્રદ્ધાળુઓનું મોત થયું હતું જ્યારે કેટલાક લોકોના મોત થયા હતા.

શ્રીજી મંદિર (17મી માર્ચ, 2024): મથુરામાં આવેલા શ્રીજી મંદિરમાં 2024માં હોળીના તહેવાર દરમિયાન એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોટ્ટનકુલંગારા મંદિર (25મી માર્ચ, 2024): કેરળના કોલ્લમમાં આવેલા કોટ્ટનકુલંગારા મંદિરમાં 25મી માર્ચ, 2024માં ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક પાંચ વર્ષની દીકરીનું મોત થયું હતું.

સંત ભોગે બાબા સત્સંગ (2જી જુલાઈ, 2024): ઉત્તર પ્રદેશના હાથરસમાં આવેલા સંત ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં મોટા ભાગદોડ મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં માત્ર 5 હજાર લોકોની પરવાનગી આપવામાં આવી હતી.

પરંતુ એ કાર્યક્રમમાં 15 હજારથી પણ વધારે લોકો આવી પહોચ્યાં હતાં. ભારે ગરમીનો માહોલ હોવાના કારણે લોકો બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યાં હતો આ દરમિયાન નાસભાગ થઈ હતી. આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોનું મોત થયા હતા.

બાબા સિદ્ધનાથ મંદિર (12મી ઓગસ્ટ, 2024): બિહારના બાણાવર હિલ્લોકમાં આવેલા બાબા સિદ્ધનાથ મંદિરમાં 12મી ઓગસ્ટ 2024માં શ્રાવણ મહિનાના ચોથા સોમવારે પૂજા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

મહાકુંભ પ્રયાગરાજ (29મી જાન્યુઆરી, 2025): આ સદીનો સૌથી મોટો કુંભ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભરાયો હતો. આ મહાકુંભના મેળામાં કરોડોની સંખ્યામાં ભક્તો આવ્યાં હતાં. આ મેળામાં મૌની અમાવસ્યાના દિવસે સંગમમાં સ્નાન કરવા માટે લાખોની સંખ્યામાં ભીડ આવી પહોંચી હતી.

ભીડ વધારે હોવાના કારણે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 60 લોકો ઘાયલ થયાં હતાં. આ ઘટનામાં એવું જાણવા મળ્યું હતું કે, વીઆઈપી પ્રોટોકોલની કારણે સ્થિતિ વધારે વણસી ગઈ અને નાસભાગ થઈ હતી.

જગન્નાથ રથયાત્રા (29મી જૂન, 2025): આ વર્ષે ઓડિશાના પુરીમાં યોજાયેલી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે ત્રણ લોકોના મોત થયાં હતા, જ્યારે પચાસથી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button