અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી Joe Bidenએ કેમ પીછેહઠ કરી, શું હતી મજબૂરી ? | મુંબઈ સમાચાર

અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી Joe Bidenએ કેમ પીછેહઠ કરી, શું હતી મજબૂરી ?

વોશિંગ્ટન : યુએસ પ્રમુખ જો બાઈડેન(Joe Biden)રવિવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે નહીં. આ સાથે તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. બાઈડેને ભારતીય-આફ્રિકન મૂળની કમલા હેરિસના નામની ભલામણ એવા સમયે કરી છે જ્યારે જૂનના અંતમાં તેમના રિપબ્લિકન હરીફ અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં તેમના ખરાબ પ્રદર્શન બાદ તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઘણા નેતાઓના દબાણનો સામનો કરી રહ્યા છે. ઘણા ડેમોક્રેટ્સ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બાઈડેન પર રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવા દબાણ કરી રહ્યા હતા.

ડેમોક્રેટિક પાર્ટી માટે એકજૂથ થઈને ટ્રમ્પને હરાવવાનો સમય

બિડેને ગઈ કાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “આજે હું કમલા હેરિસને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનાવવા માટે મારું સંપૂર્ણ સમર્થન અને સહકાર આપવા માંગુ છું.” ડેમોક્રેટિક પાર્ટી માટે એકજૂથ થઈને ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે.” બીજી બાજુ, રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની બાઈડેનની જાહેરાતની થોડી જ મિનિટો પછી, ટ્રમ્પે મીડીયા સાથેની વાતચીતમાં જો બાઈડેનને અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.

ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરતા પહેલા શું?

મીડિયા અહેવાલ અનુસાર, રવિવારે જો બાઈડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાના હટી જવા વિશે જણાવ્યું હતું. તેની બાદ જો બાઈડેને વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ જેફ ઝિએન્ટ્સ અને તેમના ચૂંટણી પ્રચારના વડા જેન ઓ’મેલી ડિલન સાથે વન-ટુ-વન બેઠકો કરી.

સ્ટાફને ઔપચારિક જાહેરાત કરી હતી

તેની બાદ જાયન્ટ્સે બપોરે 1:45 વાગ્યે જો બાઈડેનના ચૂંટણી પ્રચાર સ્ટાફ અને વ્હાઇટ હાઉસના સ્ટાફની બેઠક બોલાવી, જેથી અમેરિકી રાષ્ટ્રપતિ તેમને તેમના નિર્ણય વિશે જણાવી શકે. ચીફ ઓફ સ્ટાફે રવિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે વ્હાઇટ હાઉસના સમગ્ર સ્ટાફની સામે આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી.

સંબંધિત લેખો

Back to top button