મેષ: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવશે. તમને મિત્રો પાસેથી આર્થિક મદદ મળી શકે છે. આરોગ્યને લગતી સમસ્યાઓને નજર અંદાજ કરશો તો આરોગ્ય વધુ બગડી શકે છે તેથી તેની કાળજી રાખો. પરિવામાં કોઇ પણ વાત સમજી વિચારીને કહેજો નહીં તો તમારી એ વાતનો મોટો મુદ્દો બની જશે. તમારું જ કોઇ કામ તમારા માટે સમસ્યા બની શકે છે. તમે નોકરી ઉપરાંત કોઇ પાર્ટટાઇમ કામ માટે સમય કાઢવાનું વિચારી રહ્યા છો તો એ સમય તમે સરળતાથી કાઢી શકશો.
વૃષભ: આજનો દિવસ તમારા માટે દોડાદોડીનો રહેશે. વેપરાઓની કોઇ મોટી ડિલ ફાઇનલ થતાં થતાં લટકી જશે. જે તમને ચિંતિત કરશે. તમારા મનમાં કોઇ વાતને લઇને નાહક ચિંતા રહેશે. તમે કાર્યક્ષેત્રે કોઇ અધિકારીની ખોટી વાત પર સહમત ના થતાં નહીં તો આગળ જતાં પ્રોબ્લમ થઇ શકે છે. પગમાં દુ:ખાવાની તકલીફ થઇ શકે છે. પૈતૃત સંપત્તીની બાબતે જીત મળશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગ ખૂલશે. હરતા ફરતાં તમને કોઇ મહત્વની જાણકારી પ્રાપ્ત થશે.
મિથુન: આજનો દિવસ તમારા માટે કોઇ ધાર્મિક કાર્યમાં જોડાઇને નામ કમાવવાનો હશે. તમારી કોઇ ખોવાયેલી વસ્તું તમને પાછી મળશે. તમારા ઘરે કોઇ નવા મહેમાનનું આગમન થઇ શકે છે. જે લોકો વિદેશો સાથે વેપાર કરે છે તેમને વિદેશ જવાનો મોકો મળશે. પણ તમે કોઇ પણ ડિલ સમજી વિચારીને ફાઇનલ કરજો. સંતાન પક્ષે તમને કોઇ સારા સમાચાર મળી શકે છે. માતાને તમે મામા પક્ષના લોકોને મળાવવા લઇ જઇ શકો છો.
કર્ક: કર્ક રાશિના લોકો માટે આજેનો દિવસ પ્રફૂલ્લિત રહેશે. વેપરાઓની કોઇ મોટી ડિલ ફાઇનલ થતાં તેઓ ખૂબ ખૂશ થશે. તમે કોઇ નવી મશીનરી ખરીદી શકો છો. કોઇને ભાગીદાર બનાવવું તમારા માટે હિતાવહ રહેશે. તમારી મહેનત રંગ લાવશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને અથાગ મહેનત બાદ જ સફળતા મળી શકે છે. તમને આવકના નવા નવા રસ્તા મળશે. પરિવારમાં કોઇ મહેમાનના આગમને કારણ વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે. તમને તમારી ગમતી કોઇ વસ્તુ ભેટમાં મળી શકશે.
સિંહ: આજનો દિવસ તમારા માટે સમસ્યાઓ લઇને આવ્યો છે. વેપારીઓ જો વેપારમાં પરિવર્તન લાવશે તો તમને તેમા સમસ્યા થઇ શકે છે. તમે આરોગ્યને લગતી સમસ્યાઓને નજરઅંદાજ કરશો જેને કારણે તમને કોઇ મોટી બિમારીનો સામનો કરવો પડશે. જો તમે કોઇની પાસે નાણાં ઉઝધાર લીધા છે તો તે આજે પાછા માંગશે. સંતાનની નોકરીને લઇને તમે ચિંતિત રહેશો. પણ તેમને આજે નોકરી મળવાની શક્યતાઓ છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગ ખૂલશે. આજે તમે કોઇને વણમાગી સલાહ ના આપતા.
કન્યા: આજનો દિવસ તમારા માટે એકથી વધુ સ્ત્રોતમાંથી આવક કરવાનારો રહેશે. ગૃહસ્થ જીવન જીવી રહેલા લોકો જીવનસાથી સાથે મળીને કોઇ કૌંટુમ્બિક યોજના બનાવશે. પણ તમે તમારી બચત પર ધ્યાન આપજો. નહીં તો પાછળથી પૈસાની કમી સાલશે. તમારો કોઇ દુશ્મન વેપારમાં તમને માત આપવાનો પ્રયાસ કરશે. જેને તમે તમારી ચતુર બુદ્ધીથી માત આપશો. પ્રોપર્ટીની બાબતે ઢીલ ના છોડતાં નહીં તો તમારા હાથમાંથી નિકળી જશે. ઓન લાઇન કામ કરી રહેલા લોકો સાથે ફ્રોડ થઇ શકે છે.
તુલા: આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. પરિવારમાં જો કોઇ વિવાદ ચાલી રહ્યાં હશે તો તે આજે દૂર થશે અને સંબંધોમાં મીઠાશ આવશે. તમને કોઇ વિશેષ વ્યક્તીને મળવાનો મોકો મળશે. તમે કોઇ ધાર્મિક યાત્રા પર જઇ શકો છો. તમે તમારી આવકનો કેટલોક ભાગ દાનપુણ્યમાં લગાવશો. કેટલીક જૂની ભૂલોથી શિખવાની જરુર છે. તમારી કેટલીક વાતો ગુપ્ત રાખજો. તમારા મનમાં ચાલી રહેલી દ્વિધા અંગે તમે માતા સાથે વાત કરશો.
વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રીતે ફળદાયક રહેશે. વેપારીઓને મન મુજબનો લાભ મળતાં તમારી પ્રસન્નતાનો પાર નહી રહે. નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહેલા લોકોને આજે કોઇ શુભ સમાચાર સાંભળવા મળશે. માતા-પિતાના આશિર્વાદથી તમને બિઝનેસમાં કોઇ મોટી સફળતા મળશે. પણ જો તમે પહેલાં કોઇની પાસેથી દેવું લીધું છે તો તમે તે આજે મહદઅંશે ઉતારી શકશો. તમે કોઇ જમીન-મકાન-દુકાનની ખરીદી કરી શકો છો.
ધનુ: આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટીએ કમજોર રહેશે. કાર્યક્ષેત્રે જો તમે કોઇ જુનિયરની મદદ માંગશો તો તે તમને મળી રહેશે. વેપારીઓએ ભાગીદારી ન કરવી નહીં તો તમને નૂકસાન થઇ શકે છે. કૌંટુમ્બિક સમસ્યાઓને કારણે તમે ચિંતિત રહેશો. પણ તમારે કુટુંમ્બના સભ્યો સાથે બેસીને વાત કરવી પડશે અને સમસ્યાઓનો હલ શોધવો પડશે.
તમારા મનની કોઇ ઇચ્છા પૂરી થશે. તેથી ઘરમાં ભજન-કિર્તન અથવા કોઇ ધાર્મીક કાર્યક્રમનું આયોજન થશે.
મકર: આજનો દિવસ તમારા માટે સમસ્યાપૂર્ણ રહેશે. તમારે તમારી વાણી અને વ્યવહારમાં સંયમ રાખવો પડશે નહીં પ્રોબ્લમ થઇ શકે છે. તમે કોઇનું વાહન માંગીને ના ચલાવતા નહીં તો અકસ્માત થઇ શકે છે. પરિવારના કોઇ સભ્યને નવી નોકરી મળતા શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમારા આવશ્યક કામોમાં ઢીલ ના રાખતાં. વેપારીઓએ મોટું રોકાણ કરતાં અટવું જોઇએ. નહીં તો મોટું નુકસાન થવાની શક્યાતાઓ રહેલી છે. તમારા મનની વાત બહારની વ્યક્તી સાથે શેર ના કરતાં નહીં તો તે તમારો ફાયદો ઉઠાવશે.
કુંભ: આજનો દિવસ વેપારીઓ માટે ઉત્તમ છે. કોઇ કાયદાકીય બાબતે તમે જીતી જતા તમારી ખૂશીનો પાર નહીં રહે. પરિવારની લગતી કોઇ બાબત તમને ચિંતિત કરી રહી છે તો એ બાબતે તમારા સિનિયર સાથે વાત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખૂલશે. મિત્રો અથવા સંબંધીઓ પાસેથી તમે આર્થિક મદદ લેશો. તમારો કોઇ જૂનો નિર્ણય તમારા માટે સમસ્યા બની શકે છે. કાર્યક્ષેત્રે અધિકારીની વાતને સારી રીતે સાંભળ્યા બાદ જ અમલ કરજો નહીં તો તમારાથી કોઇ ભૂલ થઇ શકે છે.
મીન: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જે લોકો રાજનિતીમાં કાર્યરત છે તેમને કોઇ વિશેષ સન્માન મળશે. જીવન સાથી કોઇ નાના મોટા કામની શરુઆત કરશે. પરિવારમાં માતા પિતાની સાથે મળીને વિવાહમાં આવી રહેલ બાધા અંગે વાત કરવી પડશે. સંતાન તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે. તમે કોઇની પણ પાસેથી નાણાં ઉધાર ના લેતાં. નહીં તો તે તમારા માટે પ્રોબ્લેમ બની શકે છે. તમે પરિવારના સભ્યો સાથે પિકનીકનો પ્લાન કરશો.
Taboola Feed