ટોપ ન્યૂઝશેર બજાર

ટ્રમ્પે એવું શુ કહ્યું કે વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો

નિલેશ વાઘેલા

મુંબઇ: અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે એક વિધાન કર્યું અને વિશ્વભરના શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો. આખરે એમણે એવું શું કહ્યું! યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નમતું જોખવાના સંકેત આપ્યા હોવાથી ટ્રેડ વોરની તીવ્રતા ઘટવની શક્યતા વચ્ચે વિશ્વબજારમાં તેજીનો પવન ફૂંકાતા સ્થાનિક બજારમાં પણ સુધારો આગળ વધ્યો હતો.

ગ્લોબલ માર્કેટમાં એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સ બેન્ચમાર્ક ટોક્યિો સમય અનુસાર સવારે ૧૦:૨૭ સુધીમાં ૧.૬૦ ટકા ઊછળ્યો હતો. જ્યારે જાપાનનો ટોપિક્સ બે ટકા, ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી એએસએક્સ ૨૦૦ ઇન્ડેક્ ૧.૬૦ ટકા વધ્યો હતો. એ જ રીતે, હોંગકોંગનો હેંગસેંગ ૨.૪૦ ટકા, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૦.૩૦ ટકા વધ્યો હતો. યુરો સ્ટોકક્સ ૫૦ ફ્યુચર્સમાં ૧.૬૦ ટકાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો: 110 દિવસ બાદ સેન્સેક્સે કૂદાવી 80000ની સપાટી, મિડ – સ્મોલ કેપમાં તેજી

ટ્રમ્પે કઈક એવું કથન કર્યું હતું કે ચીનની આયાત પરના ટેરિફ સાવ નાબૂદ તો નહિ જ થાય છતાં, વાટાઘાટોને પગલે તેમાં નોંધપાત્ર ઘટાડો જરૂર થશે. તેમના આ કથન પછી વેપાર તણાવ હળવો થવાના આશાવાદને કારણે જગતભરના શેરબજારમાં સુધારો આવ્યો હતો અને તેની પાછળ બુધવારે ભારતના બેન્ચમાર્ક શેરઆંક ઊંચા ખુલ્યા હતા.
આ ઉપરાંત ટ્રમ્પે યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલને બરતરફ કરવાની તેમની ધમકીઓમાંથી પણ પીછેહઠ કરી હતી, જેને પરિણામે આ સપ્તાહની શરૂઆતમાં ત્રણેક વર્ષની નીચી સપાટીએ પહોંચેલા ડોલરમાં નીચા સ્તરેથી રિકવરી જોવા મળી હતી.

ચીન અને યુએસ વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધની જાગતિક અર્થતંત્ર અને ફુગાવા પર સંભવિત નકારાત્મક અસર અંગે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મૂંજાઇ રહ્યાં છે. ખુલતા સત્રમાં તમામ ૧૩ સેક્ટરો પોઝિટિવ જોનમાં પહોંચ્યા હતા, જેમાં આઈટી ઇન્ડેક્સ ૨.૨૪ ટકાના ઉછાળા સાથે આગળ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button