Weather Today: મહારાષ્ટ્રમાં હવામાન ચોખ્ખું રહેશે, પૂર્વના રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી…

નવી દિલ્હીઃ આજે ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન બદલાયું છે. સાથે સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે સાથે ભારે પવન અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે, ત્યારે ઘણા વિસ્તારોમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે કેવી આગાહી કરવામાં આવી છે? ચાલો જાણીએ…
આ પણ વાંચો: Gujarat માં આ તારીખથી આવશે ગરમીનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી…
મુંબઈમાં અધિકતમ તાપમાન 28.41 ડિગ્રી સેલ્સિયસ રહેશે
મહારાષ્ટ્રના હવામાનની વાત કરવામાં આવે તો, મુંબઈમાં આજે ન્યૂનતમ તાપમાન 25.99 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે મુંબઈમાં આજે હવામાન ચોખ્ખુ રહેવાનું છે. આ સાથે મહત્તમ તાપમાન 28.41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. આગામી 48 કલાકમાં કેટલાક ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં હલ્કી બરફબારી અને તેની સંભાવના છે. આ સાથે 27 માર્ચથી હવામાનમાં ફેરફાર સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
દિલ્હીમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે
દિલ્હીની વાત કરવામાં આવે તો, આજે વાદળછાયું હવામાન રહેવાનું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. સાંજ સુધીમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા સપાટીના પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતા છે. આ પછી, ઉત્તર-પૂર્વ દિશાથી આવતા પવનની ગતિ રાત્રે 10 કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ જશે.
પૂર્વના રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
વરસાદની વિગતો આપતા હવામાન વિભાગે જણાવ્યું કે, પૂર્વના રાજ્યોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે પશ્ચિમ બંગાળ, ઓડિસા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય ઉત્તર પ્રદેશ સાથે નોર્થમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા; શેર બજારમાં કૌભાંડની આશંકા…
આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ તમિલનાડુ, કેરળ, દક્ષિણ બિહાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઉત્તર તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉત્તર છત્તીસગઢમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.