ટોપ ન્યૂઝનેશનલ

UAEમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા

દુબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ અંગેની કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP28) સમિટમાં ભાગ લેવા ગુરુવારે (30 નવેમ્બર) રાત્રે યુનાઈટેડ આરબ અમીરાતના દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં વસતા ભારતીયોએ વડા પ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન લોકોએ ‘મોદી-મોદી’ અને ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા પણ લગાવ્યા હતા.

દુબઈ પહોંચ્યા પછી, વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે કે તેઓ સમિટની કાર્યવાહી શરુ થવાની રાહ જોઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય એક વધુ સારી દુનિયાનું નિર્માણ કરવાનો છે.

વડાપ્રધાન મોદીએ દુબઈમાં ભારતીય સમુદાયને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “હું દુબઈમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગતથી ખૂબ લાગણી અનુભવું  છું. તેમનો ટેકો અને ઉત્સાહ એ આપણી જીવંત સંસ્કૃતિ અને મજબૂત સંબંધોનો પુરાવો છે.”

વડાપ્રધાન મોદી UAEમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે અને ત્રણ ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાંથી બેની ભારત દ્વારા સહ-યજમાની કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button